Posts

Showing posts from March, 2013

ગૂડ ન્યુઝ ઈઝ રેર ન્યુઝ !!

Image
બક્ષીબાબુનાં બ્લૉગ પર "ગૂડ ન્યુઝ ઈઝ નો ન્યુઝ" શીર્ષક હેઠળ એક પોસ્ટ હમણાં મૂકી હતી જેનો કેન્દ્રધ્વનિ એ હતો કે સારા સમાચારોને અખબારમાં અગ્રતાક્રમ આપવાનો રિવાજ નથી. પરિસ્થિતિ આજે પણ ખાસ બદલાઈ નથી. એટલે ઈદના ચાંદની જેમ ક્યારેક ક્યારેક આવા સારા સમાચારો અખબારમાં ચમકી જાય છે. ગઈ કાલે આવા જ એક સમાચાર વાંચીને શાસ્ત્રિય સંગીતના એક અદના ચાહક તરીકે ખૂબ આનંદ થયો. જે તે રાગની રોગ પર સકારાત્મક અસર થતી હોય છે અને રાગ શ્રવણ દ્વારા રોગ નિવારણ કરી શકાય છે એ સંગીત થેરપીના સિદ્ધાંત પર આધારિત કાર્યક્રમનું જૂનાગઢમાં આયોજન થયું હતું એને લગતા સમાચાર અહીં સ્કૅન કરીને મૂક્યા છે. સાથે સાથે આ જ સમાચારમાંથી તારવેલી માહિતીના આધારે કયો રાગ કયા રોગમાં અસરકારક નીવડે છે એ ટૅબ્યુલર ફૉર્મમાં રજૂ કર્યું છે. આના પરથી કહી શકાય કે અંગત જિંદગીમાં કોઈના માટે રાગ(દ્વેષ) રાખવા કરતાં શાસ્ત્રિય સંગીતનાં રાગ સાંભળવા વધારે સારા ! :) હવે એ દિવસો દૂર નથી કે મ્યુઝિક થેરપીનું જ્ઞાન ધરાવતાં કોઈ ડૉક્ટર પ્રિસ્ક્રીપ્શનમાં અસ્થમા માટે મૅડ્રોલ લેવાને બદલે માલકૌંસ સાંભળવાનું કહે અને ડાયાબિટીસ માટે જેનુવિયાને બદલે જયજયવંતી સાંભળવાનું ...

કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ.... જૂનાં અને નવાં

જૂની કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ નવી કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ ઓછું પાત્ર અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો ઓછું વાંચન ને બ્રાઉઝિંગ બહુ , FB પર કમેન્ટ કરવા ચાલ્યા સહુ ઉલમાંથી ચૂલમાં.... आसमान से गिरा, ख़ज़ूर पे अटका ફેસબુકમાંથી હટ્યા તો Whatsapp માં ભરાયાં કાણાંને કાણો ન કહીએ... કાણાંને કાણો ન કહીએ. એક આંખવાળો દ્રષ્ટા કહીએ. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે ડાહી પાસવર્ડ ન બદલે અને ગાંડીને શિખામણ આપે તિલક કરતાં ત્રેપન થયાં , ને જપમાળાનાં નાકાં ગયાં , તીરથ ફરી ફરી થાકયા ચરણ , તોય ન પહોંચ્યો હરિને શરણ. બ્લૉગિંગ કરતાં બાવન થયાં , કમ્પ્યૂટરના પાર્ટ્સ ઘસાણાં તોય ના લાધ્યું સાયબર જ્ઞાન , ખુદની ચાલમાં ખુદ ફસાણાં બોલે એના બોર વેચાય બહુ બોલે એ બીજાને બોર પણ કરે ભોમિયા વિના મારે ભમવા ’ તા ડુંગરા , જોવી ’ તી કોતરો ને જોવી ’ તી કંદરા , GPS વિના મારે કરવું ' તું નેવિગેશન , ઘૂમવી ' તી સ્ટ્રીટ્સ ને શોધવું ' તું લોકેશન.... મ...

દુખિયારાં મહાનવલ (ભાવ) ભૂખિયારાં વાચકની નજરે

Image
સૌપ્રથમ તો વિક્ટર હ્યુગો લિખિત અને મૂળશંકર મો ભટ્ટ દ્વારા અનુદિત વિખ્યાત મહાનવલ "લે મિઝરાબ" (દુખિયારાં) વાંચવાનું સૌ ચાહકોને સૂચન કરનાર અને ઉત્સુકતા જગાવનાર લેખકશ્રી જય વસાવડાનો આભારી છું. નવલકથા સાહિત્યનો એક એવો પ્રકાર છે જે વાંચવા, સમજવા, પચાવવા માટે શાંતિ, સમય અને ધીરજ માંગી લે છે. વ્યસ્તતાવાળી જિંદગીમાં રોજબરોજનાં વાંચનમાં ફિક્શન પરનું ફોકસ ઓછું થતું જાય છે ત્યારે, દુખિયારાં મંગાવ્યા પછી ખરેખર પૂરી થશે કે કેમ તેની દુવિધા હતી. પણ શરૂઆતથી જ સાવ નગણ્ય ગુનાની સજા પૂરી કરીને છૂટેલાં જિન વાલજિનને સમાજમાં ચારેબાજુથી મળતાં તિરસ્કારને કારણે આ પાત્ર સાથે સહાનુભૂતિનો સેતુ બંધાયો અને એ સેતુ પર ચાલીને સંપૂર્ણ કથાસરિતા પાર કરવી સરળ બની. અપાર લોકચાહના ધરાવતાં લેખક કોઈ અપ્રાપ્ય પુસ્તક વાંચવાનું સૂચન કરે અને વાચકોમાં એની જબ્બર માંગ ઊભી થવાને કારણે પ્રકાશક તાત્કાલિક એ મુદ્રિત કરીને તરતું મૂકી દે એ ઘટના આપણાં વાંચનવિરોધી કહેવાતાં (પણ હકીકતમાં છે નહીં) સમાજ માટે એક સુખદ સીમાચિહ્નરૂપ છે. ગુણવત્તાસભર સર્જન કરીને અને આલોચના પ્રત્યે બેખબર રહીને સર્જક પોતાનું કર્મ કરતો રહે તો લોકપ્રિયતા આપોઆપ...

હોલિકા "દહન" નિમિત્તે થોડાં વિચારોનું "દોહન"

હોળી અને દિવાળી એટલે પ્રાથમિક શાળામાં ગુજરાતીનાં પ્રશ્નપત્રમાં રોકડાં ગુણ અપાવતા સુપરહિટ તહેવારો! અમારા નગરની એક શાળાનાં શિક્ષકોમાં એક રમૂજી સૂત્ર જાણીતું હતું: "હોળીના આઠ અને દિવાળીના દસ!" મતલબ કે હોળી વિશે નિબંધ લખો એટલે આઠ ગુણ મળે અને દિવાળી વિશે લખો એટલે દસ ગુણ મળે! ફિક્સ્ડ રેટની જેમ ફિક્સ્ડ ગુણ (દોષ) ! :P ઍની વે જોક્સ અપાર્ટ, આજે સોસાયટીથી નજીકનાં એક કૉમન પ્લૉટમાં હોળીની સહકુટુંબ પ્રદક્ષિણા કરી આવ્યા બાદ કેટલાંક ગંભીર-રમૂજી વિચારો સૂઝ્યા છે: 1. હિરણ્યકશિપુ જેવા રાક્ષસને ત્યાં પ્રહલાદ જેવી ભક્તિભાવભરી ઓલાદ અવતરે એ બતાવે છે કે દરેક  સંતાનમાં કોઈક રહસ્યમય જન્મજાત શક્તિ ઢબૂરાયેલી પડી હોય છે જે માતાપિતાના બેકગ્રાઉન્ડની ઝાઝી અસર વિના પોતાનો અલગ ચોકો ઊભો કરી બતાવી શકે. ક્યાંક દીવા પાછળ અંધારું હોય તો ક્યાંય દીવાની રોશનીને ઝાંખી કરી દે એવી સૂર્યસમાન તેજસ્વી પ્રતિભા પણ અવતરી શકે. 2. વિષ્ણુની ભક્તિ કરવા બદલ પુત્રથી નારાજ પિતાએ પુત્રને મારવા માટે ઘણાં નિષ્ફળ પ્રયાસો અજમાવી જોયા બાદ પ્રહલાદની ફાયરપ્રૂફ ફોઈ હોલિકાના ખોળામાં પુત્રને બેસાડીને "નર સતી" બનાવવાનો કારસો ર...