Posts

Showing posts from April, 2013

લગ્ન, ડાયનોસોર અને જુરાસિક પાર્ક

ઘણાં વર્ષો પહેલાં ઈ ટીવી પર બપોરે આવતાં રસોઈ શોમાં હાસ્ય લેખક અશોક દવે ગેસ્ટ તરીકે આવેલાં અને એમણે "અશોક વડાં"ની રેસિપી બતાવી હતી. કાર્યક્રમના અંત ભાગ તરફ એમણે એક વાક્ય કહેલું કે સુખી લગ્નજીવન ડાયનોસોર જેવું છે, એનું ક્યાંય અસ્તિત્વ નથી ! :) આમાં થોડો સુધારો-વધારો કરીને તાજેતરમાં મેં ડાયરીમાં અંગ્રેજી ક્વોટ લખ્યું છે:  A woman not demanding time, money and attention is as rare as a dinosaur of prehistoric era existing in modern times!  મતલબ કે સમય, પૈસા અને દેખરેખ ન માંગતી સ્ત્રી એ આધુનિક સમયમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાગ-ઐતિહાસિક કાળનાં દુર્લભ ડાયનોસોર જેવી છે. :)) 7મી એપ્રિલે ડાયનોસોર કરતાં ક્યાંય ઓછાં શિસ્તબદ્ધ અને કમેન્ટશૂરાં અરસિકો વચ્ચે આણંદમાં ફેમ સિનેમામાં જુરાસિક પાર્કની થ્રીડી આવૃત્તિ જોવાની બિલકુલ મજા ન આવી, પણ ઉપરના વિચારોનાં અનુસંધાનમાં Whatsapp પર વડીલ મિત્ર પૃથુભાઈ લખપતવાલાએ મોકલેલ એક મેસેજ યાદ આવી ગયો: Married life is so easy, its just like a walk in the park. But the problem is that the park is Jurassic Park !! :))

સમરમાં વરસાદની થોડી સમરી

અધૂરાં મહિને જન્મેલા બાળકની જેમ વરસાદ ગુજરાતમાં ઘણી જગ્યાએ સમય કરતાં વહેલો વરસી ગયો છે. પર્યાવરણનું ચાર હાથે નિકંદન કાઢવાની માનવીની ઘાતક વૃત્તિ-પ્રવૃત્તિને કારણે કુદરતને "માઠું" લાગે ત્યારે જ "માવઠું" આવતું હશે?  ઋતુઓનું ચક્ર મનફાવે તે રીતે કાયમી ધોરણે ફરવા માંડે તો શું શું થઈ શકે એની કલ્પના કરવી રહી. ઋતુ પ્રમાણે પ્રકૃતિને અનુકૂળ આવતી ચીજો ખાવાનો આગ્રહ કરતાં આયુર્વેદ અને નેચરોપથીના સિદ્ધાંતો ફેરવવાની જરૂર પડે નહીંતર પથ્ય-અપથ્ય કદાચ કથ્ય-અકથ્ય બની જાય ! સવારે ઠંડક, બપોરે ગરમી અને સાંજે વરસાદનું વાતાવરણ હોય એવો ઈંગ્લેન્ડનાં મોસમ જેવો ત્રિરંગી મિજાજ જોઈને ગર્વથી કહી શકાય કે હવે આપણે હવામાનની બાબતમાં પણ ગ્લોબલાઈઝેશન અપનાવી રહ્યા છીએ. શાળામાં ભણાવવામાં આવતી વરસાદી કવિતાઓને પણ હવે સીઝનની મોહતાજ રહેવાની જરૂર રહી નથી. હવામાનનાં મૂડ પ્રમાણેની કવિતા ભણાવવાની શિક્ષકને છૂટ અપાય તો બાળકનો કદાચ ભણવામાં રસ વધે.  ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી અને કારેલાંનું શાક ખાવાનું મન થાય તો હવે જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળાની રાહ જોવાની જરૂર નથી. જો કે ઉનાળું પાક માટે ખેડૂતે જે ત...

રેન્ડમ વિચારોનાં થોડાં વધુ પડઘમ

લગ્ન પ્રસંગોમાં ફુગ્ગાં લઈને દોડાદોડ કરતાં બાળકોનું દ્રશ્ય બહુ સામાન્ય હોય છે. ફુગ્ગો લઈને દોડતાં બાળક સાથે મસ્તી કરવાના ઈરાદાથી ક્યારેક કોઈક મોટેરાં ટાંકણી કે સળી ઘોંચીને ફુગ્ગો ફોડી નાંખે છે અને બાળકની રમતનો અંત આવે છે. આપણે પણ ઈચ્છા, આકાંક્ષા, તૃષ્ણા, અરમાનના રંગબેરંગી ફુગ્ગાં ભરીને દોડતાં-હરખાતાં બાળકો જેવા જ છીએ ને? ફુગ્ગામાં સમાઈ શકે એનાથી વધારે હવા ભરવાની કોશિશમાં આખું જીવન પસાર થાય છે અને ભગવાનને લાગે કે "બસ, હવે બહુ થયું" ત્યારે ટાંકણી ઘોંચીને ફુગ્ગો ફોડી નાખે છે અને આપણી સાર વિનાની સંસાર-રમતનો અંત આવે છે. નાનપણમાં રાજા, રાણી, રાજકુમાર, ગરીબ બ્રાહ્મણ, રીંછ, સસલું, વાઘ, હંસ, કાગડો, શિયાળ વગેરે પાત્રો-પ્રાણીઓને સાંકળી લઈને જે મોરલ સ્ટોરીઝ કહેવામાં આવે છે એમાં બાળક માટે બોધપાઠ ગ્રહણ કરવો ગૌણ બની જતો હોય છે અને એને તો વાર્તાના કાલ્પનિક પાત્રોની દુનિયામાં ખોવાઈ જવું અને સ્ટૉરી ટેલિંગની રીતની મજા લેવાનું વધારે ગમતું હોય છે. જ્યારે એ જ બાળક મોટો થઈને પોતાના બાળકને આ વાર્તા કહે ત્યારે કાલ્પનિક પાત્રો અને સ્ટોરી ટૅલિંગ એના માટે ગૌણ બની જાય છે અને વાર્તામાંથી શીખવા મળતો...

દોકડાનાં મહત્વ પર ભાર મૂકતી એક મૌલિક રચના

પૈસો પૈસાને ખેંચે છે એવું કહેવાય છે પણ પૈસો પોતાની સાથે કૌટુંબિક ઝઘડાંનાં કળણ, ભ્રષ્ટાચારના ભોરિંગ, ખટપટોનાં ખટરાગ અને કાવદાવાના કાંપને પણ ખેંચી લાવે છે. જીવનમાં દરેક તબક્કે દોકડાનું મહત્વ કેટલું બધું છે એ સમજાવતી "આંકડા"ની કવિતા મેં રીડગુજરાતી વેબસાઈટ ને આજથી સાતેક વર્ષ પહેલાં મોકલી આપી હતી, એ અહીં રજૂ કરું છું: આંકડા રે આંકડા, ખૂબ ચગ્યાં છે આ આંકડા હોય ના કોડી ફૂટી તો મન બને છે સાંકડા ફાઈલોને આવે પગ ને હાથોહાથ કામો પતે ઉદાર દિલથી જો રેલાય બધે આ આંકડા    દામ, દ્રવ્ય, મૂલ્ય, ધન, વૈભવ ને લક્ષ્મી ચલણ છે આ શબ્દોનું ને અર્થ લાગે ફાંકડા    ગર્દભ બની બોજો ઊંચકે, ખાતો નિરાંતે ડફણાં માટી વિના ફર્યા કરે જેમ કુંભારના આ ચાકડા   નામ બનાવવા મહેનત કરો, કોણ કહે છે એમ? દાન આપો માતબર અને દીપી ઉઠે બાંકડા   રેલ-ભૂકંપ-દુકાળ, આફત બને છે જ્યાફત મૃતકનાં વળતરથી રાહત પમાડે આ આંકડા    શૂન્યોનો સરવાળો કરતાં શૂન્ય થઈ જતો માનવી રાખમાં ભળ્યા પછી અંગાર થઈ જતાં આંકડા! નીચેની લિંક પર પણ આ કવિતા વાંચી શકાશે: http://archive.readgujarati.in/sahitya/?...

બાળવાર્તાઓને કાવ્યસ્વરૂપમાં ઝીલી લેતી અનોખી ગઝલ

કાવ્યમર્મજ્ઞ ડૉ. રશીદ મીરે સંપાદિત કરેલાં વિવિધ કવિઓની રચનાનાં પુસ્તક "સુરાલય" માં હમણાં ઉદયન ઠક્કરની એક ગઝલ વાંચવામાં આવી જે સાત જેટલી બાળવાર્તાઓને સાત શેરમાં આવરી લે છે.  બે હંસ અને કાચબો, દ્રાક્ષ ખાવા માટે નિષ્ફળ હવાતિયાં મારનાર લોમડી, શેરડીના ખેતરમાં ગાવાની ઈચ્છા વ્યક્ત કરીને ઉપાધિ વહોરી લેતો ગધેડો, અંતરાત્માના અવાજને દબાવીને વાડીમાંથી દસ-બાર રીંગણાં તોડી લેતો દલા તરવાડી, પોતાના પ્રતિબિંબને પ્રતિસ્પર્ધી માનીને સસલાંનાં બહેકાવામાં આવી જઈને કૂવામાં કૂદી પડીને મોત નોતરતો સિંહ, અબુધ આશ્રમકન્યા શકુંતલા અને રાજા દુષ્યંત વચ્ચે "સ્ટેટસ"ની આડખીલી વિનાનો પ્રેમ અને ગધેડાને ઊંચકીને જતાં બાપ-બેટાની લોકો દ્વારા થતી આલોચના એમ સાત વાર્તાઓને કવિશ્રી ઉદયન ઠક્કરે સહજતાથી કાવ્યબાનીમાં વણી લીધી છે:  પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે  હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ  દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી જે ગમે તે ધાર, જેવી વાત છે એક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા  ...