Posts

Showing posts from May, 2013

બર્થ-ડેનું બખડજંતર

ગઈકાલે 30મી મેનાં રોજ બ્રહ્માંડમાં આવેલી અબજો આકાશગંગાઓ પૈકીની એકની બાહરી સરહદમાં આવેલા એક અત્યંત સામાન્ય સરેરાશ તારાના એક પૃથ્વી નામનાં નગણ્ય ગ્રહ પર અસ્તિત્વના 33 વર્ષ પૂરા કર્યાં. શતાયુ થવાનાં કે 100 વર્ષ પૂરા કરવાનાં બમ્પર બોનાન્ઝા ઑફર જેવા વડીલોનાં આશીર્વાદ આપણને બાળપણમાં 100થી વધુ વખત મળી ચૂક્યા હોય છે, એટલે 100 વર્ષનાં આયુષ્યનું એક બૅન્ચમાર્ક જેવું ધોરણ રાખીએ તો કહી શકાય કે મારું એક તૃતીયાંશ આયુષ્ય પૂરું થયું. બે તૃતીયાંશ આયુષ્ય બાકી છે એવું નહીં કહું કારણ કે મને હંમેશા ઊંચે ઊડવા માટે વિમાનની શોધ કરનાર આશાવાદી માણસ કરતાં નીચે હેમખેમ ઉતરાણ કરાવનાર પેરેશૂટની શોધ કરનાર નિરાશાવાદી વધારે મહાન લાગ્યો છે. ભાઈ, એ તો જેવી જેની માનસિકતા. કોઈને અડધો ભરેલો ગ્લાસ જોવો હોય, કોઈની નજર અડધા ખાલી ગ્લાસ પર હોય. નરેન્દ્ર મોદીની જેમ પાણી ઉપરાંત હવાનું વધારાનું ફેક્ટર જોતી સુપર સકારાત્મક દ્રષ્ટિ બધાં પાસે થોડી હોય? (બાય ધ વે, એક આડવાત: ત્રણ મહિનાં પહેલાં SRCC ખાતેની નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળ્યા પછી બાલાજી વેફર્સની પેકેટમાં ભરવામાં આવતી અડધી હવા સામેની મારી ફરિયાદ દૂર થઈ ગઈ છે!). મારા જેવા હંમ...

શાશ્વત ભ્રષ્ટાચાર : રાજીવ ગાંધીથી રાજીવ શુક્લા સુધી...

Image
સની લિઓનનું નામ પડે અને મેનફોર્સ કોન્ડોમની જાહેરાત યાદ આવે એમ રાજીવ ગાંધીનું નામ લેવાય ત્યારે કુખ્યાત બોફોર્સ કૌભાંડ યાદ આવે. કોંગ્રેસનાં રાજીવરત્ન ગાંધી વડાપ્રધાન પદે હતાં ત્યારે તોપ બનાવતી સ્વીડિશ કંપની બોફોર્સે ડિફેન્સ ડીલ માટે રાજીવ ગાંધી સહિતના ટોચના રાજકારણીઓને કટકી ખવડાવી હોવાનો અહેવાલ સોદાના એકાદ વર્ષ બાદ આવ્યો અને કૌભાંડ બરાબર ગાજ્યું. કેટલાંય પત્રકારો બોફોર્સ કૌભાંડ વખતે બાલ્યાવસ્થામાં હોય અને પછી અભ્યાસ પૂરો કરીને પત્રકાર બને ત્યારે કેસને લગતાં કાનૂની દાવપેચોનું રિપોર્ટિંગ કરતાં હોય એવું બન્યું છે.  લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે પણ કૌભાંડ પછી કરવામાં આવતી લૂલી-મામૂલી કાનૂની કાર્યવાહી લાંબીલચક હોય છે એટલે જેમ અવગતે ગયેલાં અમુક જીવોનો લાંબા સમય સુધી મોક્ષ થતો નથી તેમ કેટલાંક કૌભાંડ જનમાનસની સ્મૃતિમાં લાંબી આવરદા ભોગવવા સર્જાયા હોય છે. ભ્રષ્ટાચારનો ભોરિંગ કરડવાના કારણે આપણું બંધારણ મૂર્ચ્છામાં સરી ગયું છે. લોકસભામાં ચૂંટાઈ આવનારાઓને લોકલાજની કોઈ પડી નથી. કુમારપાળ દેસાઈના એક લેખમાં વાંચ્યું હતું કે આપણો ભ્રષ્ટાચાર ભવ્ય છે. તે કટગુંદીના ઠળિયા જેવો છે. એક હાથેથી ઉખે...

મારે પણ એક બ્લૉગ હોય !

કોઈક ને કોઈક રીતે લાગણીઓની અભિવ્યક્તિ કરવી એ આહાર-નિદ્રા-મૈથુન (કે પછી રોટી- કપડાં-મકાન કે પૈસો-પ્રતિષ્ઠા-પત્ની?) ઉપરાંતની માનવીની એક સવિશેષ જરૂરિયાત હંમેશા બની રહી છે અને લખવું એ અભિવ્યક્તિના એક ઉત્તમ પ્રકારમાં સ્થાન પામે છે. ફેસબુક, ટ્વિટર, બ્લૉગ, એસએમએસ, મેસેન્જર, ઈ-મેઈલ, WhatsApp - પ્લેટફૉર્મ ગમે તે હોય, દિમાગરૂપી ટ્રેનમાંથી પ્રેરણાદાયક સુવિચારો, વેજ-નૉનવેજ જોક્સ, Anecdotes સહિતના અલગ અલગ ડબ્બાઓમાંથી ઉતરતાં પેસેન્જર્સ જેવા વિચારોની અભિવ્યક્તિનો કાફલો બિલકુલ વિરામ લેતો નથી. લખવું ઘણાંને હોય છે, કારણ કે વિચારો એ દિમાગની ખંજવાળ છે અને કલમ વડે કાગળ પ ર લખવાથી અથવા કીબૉર્ડ વડે સ્ક્રીન પર ટાઈપ કરવું એ કદાચ ખંજવાળ મટાડતાં Itch Guard ક્રીમ જેવું કામ કરતું હશે. રેલ્વેમાં જેમ આરક્ષિત (reserved) કરતાં અનારક્ષિત (general) મુસાફરોની સંખ્યા હંમેશા વધારે હોવાની એમ, અભિવ્યક્તિનું માધ્યમ સમાવી શકે, ખમી શકે અને સહન કરી શકે એના કરતાં એમાં વ્યક્ત થવા માટે આતુર લોકોની સંખ્યા હંમેશા વધારે રહેવાની. વ્યાપક ફેલાવો ધરાવતું માધ્યમ બધાને નસીબ થતું નથી. (હર કિસી કો નહીં મિલતી યહાં કૉલમ અખબાર મેં...). આવા...

અમદાવાદ "સેન્શેશનલ" બુક ફેઅર : રસપ્રદ, રોચક, રોમાંચક !

Image
શનિવારે 4થી મેનાં રોજ અમદાવાદમાં આયોજીત નેશનલ બુક ફેઅરમાં જવાનું બન્યું. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી પ્રકાશકોના 300થી વધુ સ્ટૉલ્સ, ક્યાંય કશી અગવડ ન પડે એવું સ્વીડિશ બૉલબેરિંગ જેવું સફાઈદાર આયોજન, મેળામાં ફરતાં ફરતાં તરસ્યા થયેલાં વાચકો માટે મફત શરબત ("મફત" શબ્દ ઑપરેટિવ છે!) પીરસતી પરબ, પુસ્તક-પ્રચાર, કેમ્પેઈનિંગ માટે હાથમાં પ્રેમથી પેમ્પલેટ્સ અને સૂચિપત્રો થમાવતાં રીડર-ફ્રેન્ડલી વૉલંટિયર્સ મારા માટે આ મેળાનાં મુખ્ય આકર્ષણો હતાં. પ્રમુખ પ્રકાશકોના સ્ટૉલ્સ પર ડૅબિટ/ક્રેડિટ કાર્ડથી પુસ્તકો ખરીદી શકવાની સરાહનીય સગવડ હતી. ગુજરાતી પ્રકાશકોમાં નવભારત સાહિત્ય મંદિર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, આર. આર.શેઠ, ઈમેજ, અરુણોદય, નવજીવન ટ્રસ્ટ, પ્રવીણ પ્રકાશન, રન્નાદે પ્રકાશન, ગુજરાતી સાહિત્ય પરિષદ મુખ્ય હોવા ઉપરાંત, અભિયાન, ચિત્રલેખા અને સાયબર સફર મેગેઝિન્સનાં સ્ટોર તથા ઘણી વખત સફારી મેગેઝિનમાં જેની જાહેરાત જોવા મળતી હોય છે એ ખગોળશાસ્ત્રના રસિકો માટેના સાધનો વેચતાં અંકુર હૉબી સેન્ટરના સ્ટૉલ નોંધનીય હતાં. બેશુમાર વૈવિધ્ય ધરાવતાં આ બુક ફેઅરમાં બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધીની ત્રણ કલાકની ...