સમિતિ : કાળા કાગડાંઓને દૂધે ધોઈને આબરૂ પાછી અપાવવાનું તરકટ !
ઈન્ડિયન પ્રોસ્ટિટ્યુટ લીગ ઉપ્સ.... ઈન્ડિયન પ્રિમિયર લીગને ઈન્ડિયન પ્રોસ્ટિટ્યુટ લીગ કહેવામાં પ્રામાણિકતાથી પેટિયું રળીને ધંધો કરતી બિચારી પ્રોસ્ટિટ્યુટ્સની પવિત્રતા જોખમાવાનો ભય છે. આઈપીએલનાં કામચલાઉ હાંસિયામાં ધકેલાયેલા પ્રમુખ શ્રીનિવાસન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિકને બદલે શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધારે ઓળખાતાં રાજ કુન્દ્રાને હાઈકોર્ટના બે ભૂતપૂર્વ જજોએ ક્લિન ચીટ આપીને ગુમાવેલી આબરૂ અને ઑક્યુપેશન પાછા મેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. બક્ષીસાહેબે લખ્યું છે કે " હિન્દુસ્તાનનાં નગરોમાં ક્રિકેટ એ મધ્યવર્ગી મધ્યબુદ્ધિ અને નિમ્નવર્ગી નિમ્નબુદ્ધિ વયસ્કો અને સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ફેલ થતાં બચ્ચાંઓ જેટલો આઈ-ક્યુ ધરાવનારા મર્દો માટે નશો છે." આવા મંદબુદ્ધિ ચાહકોની બહુમતી હશે ત્યાં સુધી કૌભાંડોની હારમાળાં સર્જાય તો પણ ક્રિકેટની રમતનો વાળ વાંકો થવાના કોઈ આસાર દેખાતા નથી. જો કે, કેટલાંક પ્રશ્નો ઊભા થયા વિના રહેતા નથી. સૌપ્રથમ તો એ કે ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે હંમેશા કોઈને કોઈ કૉર્ટના નિવૃત્ત થયેલાં (વાંચો: નવરાં, નકામા, અને વસૂકી ગયેલાં) જજ જ કેમ દરેક સમિતિની અધ્યક્ષતા ...