ધ લંચબૉક્સ વિશેની ઓરીજીનલ જોક્સનું ભાથું
શુક્રવારે મસ્જીદમાં સલત-અલ-જુમાની નમાજની બાંગ પુકારતી જાહેરાત કરવામાં આવે એમ દર શુક્રવારે ફેસબુક પર ફિલ્મ રિવ્યૂની ગુલબાંગ પોકારતાં લોકો ફિલ્મ વિશે આપણને એક એક પાસાંની બારીકાઈ સમજાવવા માટે રિવ્યૂ લઈને હાજર થઈ જાય છે. એક લેખકનાં ગમ્મતભર્યાં સૂચનને સિરિયસલી લઈએ તો ફિલ્મ ઍપ્રિશિએશનનો કોર્સ કર્યો હોય તો જ તમારો રિવ્યૂ રિવ્યૂ ગણાય બાકી એ રિઍક્શનમાં ખપાઈ જાય ! તુમ્હારા રિવ્યૂ રિવ્યૂ ઔર હમારા રિવ્યૂ રિઍક્શન? ફિલ્મ દેખને સે ડર નહીં લગતા સા'બ, રિવ્યૂ પઢને સે લગતાં હૈ ! જેમ સાચી સલાહ આપનારા સલાહકારો ઓછાં હોય છે પરંતુ વણમાંગી સલાહોનો ધોધ વરસાવનારા સલાહબાજો વધારે હોય છે એ જ રીતે ઊંડાણ ભર્યો રિવ્યૂ લખનારા રિવ્યૂઅર ઓછાં હોય છે પરંતુ બીજાને પોતાના ફિલ્મી જ્ઞાનથી આંજી દેવાની ખુજલી ધરાવતા રિવ્યૂખોરો બહુમતીમાં હોય છે. સમાચારો કરતાં સમાચાર પીરસનારી ન્યૂઝ ચૅનલ્સની સંખ્યા વધી ગઈ છે એમ સિનેમાનાં વ્યૂઅર્સ કરતાં રિવ્યૂઅર્સની સંખ્યા વધી જવા પામી છે. હમણાં ગુજરાતનું નાક કાપે એવી નબળી ફિલ્મ "ધ ગુડ રોડ"ની પસંદગી ઓસ્કારમાં ઍન્ટ્રી માટેની ઑફિશિયલ ભારતીય ફિલ્મ તરીકે થઈ છે. એના કરતાં ઈરફાન ખાનને ચમ...