Posts

Showing posts from February, 2014

સાંભળવામાં એકસરખા લાગતાં કેટલાંક "જુડવા" ગીતો

Image
એકસરસો કેન્દ્રધ્વનિ કે ટોન જેમાં સંભળાતો હોય એવી એક ડાળના પંખી જેવી ઘણી કાવ્યપંક્તિઓનો આ બ્લૉગ પર અગાઉ રસાસ્વાદ કરાવવામાં આવી ચૂક્યો છે. હવે એક ડગલું આગળ વધીને સાહિત્યથી સંગીત તરફ જઈએ. સારા સુનકાર (સુનકાર એટલે સન્નાટો નહીં પણ સારા સતર્ક શ્રોતા એટલે કે કાનસેન) હો તો કોઈ ગીત સાંભળીને ઘણી વખત ટ્યુબલાઈટ થતી હોય છે કે આ જ મતલબનું બીજું કોઈ ગીત અગાઉ સાંભળી ચૂક્યા છીએ. કોઈ પ્રસંગ અગાઉ અનુભવવામાં આવી ગયેલો છે એવી લાગણી કે આભાસ થવો એના માટે ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજીએ અપનાવેલો શબ્દ Deja Vu (ડેઝા વ્યૂ) પ્રચલિત છે. ડેઝા વ્યૂ શબ્દ જાણે આપણને કહેતો હોય કે "દઈ જા વ્યૂ" ! :) તો આજે કમ્પોઝિશનમાં એક યા બીજી રીતે સમાનતા લાગી હોય એવા કેટલાંક જોડિયા ગીતોના ઉદાહરણો પ્રસ્તુત છે : (જોડિયા ગીતો પૂરેપૂરા સરખાં હોવા જરૂરી નથી. ઘણાં ગીતોનો ઉપાડ થતો હોય ત્યારે સમાનતા લાગે અને પછી આગળ જતાં રાગ અલગ પડી જાય એ બનવાજોગ છે.)   (1) મૌલા મેરે લે લે મેરી જાન... (ચક દે ઈન્ડિયા) જમાને કે દેખે હૈ રંગ હઝાર નહિં કુછ સિવા પ્યાર કે (સડક) (2)  રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું (ગઝલ)   ...

સૂરોત્તમ પુરુષોત્તમ - સુગમ સંગીતના સંગીન ચાહકો માટે સર્વોત્તમ પુસ્તક !

Image
શાસ્ત્રીય સંગીત અને ગઝલ ગાયકીના દિગ્ગજ નામોના સંગે રહીને ગુજરાતી ગઝલગાનને ગરિમા બક્ષનારા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગુજરાતના કળા ક્ષેત્રમાં એક આંબી ન શકાય એવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. કાંચનજંઘા, K2, અન્નપૂર્ણા જેવા શિખરો વિશે આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ દરેક આરોહકનું અલ્ટીમેટ લક્ષ્ય તો એવરેસ્ટને જ આંબવાનું હોય છે એ જ રીતે સુગમ સંગીતના ગાયક બેન્ચમાર્ક તરીકે પુરુષોત્તમભાઈને સામે રાખીને પોતે ક્યાં છે અને ક્યાં સુધી જઈ શકે એનો આછોપાતળો ક્યાસ મેળવી શકે. કવિ તુષાર શુક્લે કહ્યું છે કે સુગમ સંગીતના ગાયકે PUC સર્ટિફિકેટ લેવું રહ્યું. પુરુષોત્તમ ઉપાધ્યાય સર્ટિફિકેટ! 15 ઑગસ્ટ 1934નાં દિવસે જન્મેલાં આ કલાકારે 2009માં 75 વર્ષ પૂરાં કર્યા ત્યારે આ અમૃત મહોત્સવ ઉજવવા માટે ઈમેજ પ્રકાશને ફેબ્રુઆરી 2010માં સુરેશ દલાલ, અંકિત ત્રિવેદી અને હિતેન આનંદપરાના સંપાદનનાં ત્રિવેણી સંગમ સાથે પુરુષોત્તમભાઈના સંગીતમય જીવનની સચિત્ર ઝલક આપતું પુસ્તક "સૂરોત્તમ પુરુષોત્તમ" પ્રકાશિત કર્યું હતું.   સ્વ.સુરેશ દલાલે ચિત્રલેખાની ઝલક કટારમાં પુરુષોત્તમભાઈ વિશે લખેલા લેખથી શરૂ થતું પુસ્તક અંતમાં પુરુષોત્તમભાઈએ અનિ...

दलदल में दलबदल, राहुल का जवाब, प्रियंका की मुक्केबाज़ी और नरगिस की बेनूरी !

Image
चुनाव जैसे जैसे नज़दीक आ रहे है, हमारे देश की राजनीति में गहमागहमी में भी बढौतरी हो रही है। इन दिनों इतनी गडबडी और हडबडी का माहौल है कि व्यंग और हास्य का ज्यादातर मसाला राजनीति की ख़बरो पर नज़र घुमाते हीं अनायास मिल जाता है । आज के अख़बार की झलक पाने पर कुछ ऎसी ख़बरें सामने आई जिसका ब्यौरा अपने ढंग से पेश कर रहा हूँ: पिछले कुछ दिनों में सुर्खियोँ में लगातार छाये रहें दिल्ही के पूर्व मुख़्यमंत्री अरविंद केजरीवाल ने आम चुनाव से पहले ही गैस के दाम में बढौतरी को लेकर राहुल गांधी को पत्र लिख कर प्राकृतिक गैस के दाम के बारे में कुछ प्रश्न पूछे है  । अब राहुल गांधी का जवाब जब आयेगा तब देखा जायेगा, लेकिन मुझे मालूम है कि राहुलजी का जवाब यही होगा : "नमस्कार ! आम आदमी देश की राजनीति में बिना किसी रुकावट के आसानी से प्रवेश कर पाएं और महिलाओं का सशक्तिकरण भी हो इस दिशा में काम करने के लिए काँग्रेस पार्टी प्रतिबद्ध है ! जब गहरी नींद आ रही हो तब कोई बिस्तर की क्वालिटी नहीं देखता और जब कडी भूख लगी हो तो तब मेन्यू की सूची मायने नहीं रखती । बिलकुल इसी तरह जब आम चुना...

"જીન"ની માફક પત્નીની બધી ખ્વાહિશો પૂરી કરતાં "વર"ને વર્જિન કહેવાય !

કોઈની જિંદગી સાથે રમત કરવા કરતાં શબ્દો સાથે રમત કરવી હંમેશા ગમે છે. આજે શબ્દકોશની સરહદની બહારના થોડાં વધુ ખેપાની શબ્દોની નવી વ્યાખ્યાઓ સાથે હાજર છું:  અર્થઘુટન : આપણે જે બોલીએ એનું સામેની વ્યક્તિ એવું અર્થઘટન કરે જેનો અર્થ આપણને બિલકુલ અભિપ્રેત ન હોય ત્યારે જે ઘુટન કે ગૂંગળામણ થાય છે તેને અર્થઘુટન કહે છે. એવરેજ : જિંદગી જીવવા માટે જેમને ખાસ "લીવરેજ" (લાભ, એડવાન્ટેજ) મળ્યું ન હોય તેવા સામાન્ય લોકો. ગંધારાધોરણ : ધારાધોરણોમાં જ્યારે ગંદકી પ્રવેશે ત્યારે એ ગંધારાધોરણ બની જાય છે. ચીમકી : ચમકી જવાય એવી ધમકી. ચોપડિયો ચાંચડ : અંગ્રેજીમાં પુસ્તકિયા કીડાં માટે બુકવર્મ નામનો શબ્દ છે. ગુજરાતીમાં ચોપડિયો ચાંચડ એનો સૌથી યોગ્ય પર્યાય લાગે છે. ડાયરો : ડાયરીનું પુંલ્લિંગ સ્વરૂપ. દામ્પત્ય : આમ તો લગ્નજીવન સાથે સંબંધિત સમાનાર્થી શબ્દ છે, પરંતુ હૃતિક-સુઝાન જેવા ઘણાં હાઈ-ફાઈ સિલેબ્રિટી યુગલોમાં છૂટાં પડ્યા બાદ વળતર તરીકે જે જંગી રકમ ચૂકવવી પડે છે એ જોતાં દામ્પત્યનો અર્થ આવો કરી શકાય: દામ મળી ગયા એટલે પત્યું...!! નાઈટમેર (Nightmare) : આમ તો આ દુ:સ્વપ્ન માટેનો અંગ્રે...

જીવન જીવવાનો સાચો મર્મ

ગાંધીધામ નિવાસી પરમ મિત્ર રજનીભાઈ અગ્રાવત ના એક ફેસબુક અપડેટમાંથી સાભાર: નિરર્થક શબ્દો, કહેવાતું જ્ઞાન. માહિતીઓના ખોખલાપણામાં અને કહેવાતી સભ્યતાના મોહમાં આપણે પ્રકતિનાં બીજા તત્ત્વો જેવી સ્વાભાવિકતા ગુમાવી બેઠા છીએ. કવયિત્રી કહે છે: આપણે કશું જ શીખવાની જરૂર નથી. કશુંય બોલવાની પણ જરૂર નથી. આપણે તો કુદરતની જેમ ઉદાર અને સરળ બની જવું જોઇએ અને આકાશની જેમ મુકત અને સામાન્ય બની જવું જોઇએ. ધરતીમાં રોપવામાં આવેલું બીજ અગાઉથી કશું શીખ્યું હોતું નથી. છતાં એ વિશાળ વૃક્ષ બની જાય છે. નદીઓ કોઇ પણ તાલીમ કે પૂર્વ અભ્યાસ વિના સહજ રીતે પોતાનો માર્ગ શોધતી વહેતી રહે છે. હવા કોઇનેય કશું પૂછ્યાગાછ્યા વગર જયાં જવું હોય ત્યાં પહોંચી જાય છે. સૂરજ કોઇને પૂછતો નથી કે કોને કેટલા તડકાની જરૂર છે. તો પછી આપણે શા માટે દરેક વાતે પૂછીપૂછીને ડગલાં માંડીએ છીએ? ચિંતામાં ને ચિંતામાં આખી આખી રાત ઊઘી શકતા નથી. કોઇપણ કામ કરતા પહેલાં કેટલા બધા દેખાડા કરીએ છીએ. નિરર્થક શબ્દોમાં જિંદગી વેડફી નાખીએ છીએ.  (દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા હિન્દીમાં પ્રગટ થતા સામયિકના ૨૦૦૭ના જુલાઇ-ઓગસ્ટના અંકમાં પ્રકાશિત સિંધી કવયિત્રી રશ્...

રેલ્વે બજેટ પાસેથી શું અપેક્ષા છે?

Image
દર વર્ષે રેલ્વે બજેટમાં જાતજાતની લોભામણી જાહેરાતો થતી હોય છે, જેનો અમલ "જેટ" સ્પીડે થવાને બદલે ગોકળગાયની ગતિથી થાય છે અથવા તો બિલકુલ થતો જ નથી. ભાડાં વધારીને સામે એવી સુવિધા આપવાને બદલે જનતામાં લોકપ્રિય થવા માટે ભાડાં ઘટાડીને દુવિધા વધારવાનું જ કામ થતું હોય છે. હાલાંકિ, યે હાલાકી કભી કમ નહીં હોતી. છુક છુક ગાડીની ખરાબ હાલત જોઈને કુછ કુછ હોતા હૈ ! શતાબ્દી, રાજધાની, કર્ણાવતી અને એ પ્રકારની બીજી "ઍલિટ" ક્લાસની ટ્રેનોને બાદ કરતાં ઘણી ખરી ટ્રેનોમાં લઘુ કે ગુરૂ કોઈપણ પ્રકારની શંકા-આશંકા કરવાનું મન ન થાય એવી હાલત જોઈને પાયખાનાને હાયખાના કહેવાનું મન થાય. સ્વચ્છતામાં જ પ્રભુતા વસે છે એ સૂત્રને પકડીને ચાલીએ તો ભારતીય ટ્રેનો એ બાબતમાં ટોટલી નાસ્તિક કહેવાય ! પછી એમાં ગમે તેટલાં શ્રદ્ધાળુ ભજનિકોનો સંઘ ભજનો ગાતો ગાતો પ્રવાસ કરતો હોય તો પણ ત્યાં પ્રભુતા હંમેશા પારોઠના પગલાં ભરતી હોય છે.  કુલડીમાં ચા પીરસવાના દેશી ગિમિક કરતાં રેલ્વે મંત્રીઓ રેલ્વેમાં ચાલતાં ભ્રષ્ટાચારની બાબતમાં કુલડીમાં ગોળ ભાંગતા હોય છે. IRCTCની વેબસાઈટ પર ઑનલાઈન ટિકિટ બુકિંગની સગવડ આવ્યા પછી રેલ્વેની બા...

જગજીતસિંહ - ગઝલગાનમાં જગ જીતનાર સિંહ

73મી જન્મતિથિએ ગઝલ ગાયક જગજિતસિંહને અંજલિ આપતો લેખ, મનસુખલાલ સાવલિયા લિખિત પુસ્તક 'ભારતનાં મહાન સંગીતકારો' માંથી: ઈ.સ. 1970ના દાયકામાં જગજીતસિંહે 'અનફરગેટેબલ' (અવિસ્મરણીય) નામથી તેમની એલ.પી. રેકોર્ડ બહાર પાડી તેમાં શાયર કાફિર આઝેર રચિત ગઝલ 'બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી' તેમણે એવી સંવેદનાપૂર્ણ મધુરતાથી ગાઈ છે કે ગઝલરસિકોને જીભ ઉપર તે આજે ય રમ્યા કરે છે! ગુજરાતના મહાકવિ નાનાલાલે તેમની એક કાવ્યપંક્તિ તથાપિ મૃત્યુ રસના નથી નથી'માં કહ્યા પ્રમાણે 'જે રસસભર હોય છે તેનું મૃત્યુ કદી નથી થતું.' એ કાલજયી બને છે. જગજિત સિંહે ગાયેલી આ ગઝલ તેમની બીજી કેટલીક ગઝલોની જેમ શ્રોતાઓની મનોભૂમિમાં ચિરસ્મરણીય રહેશે. એ ગાન ' Beyond Time' (સમયની પેલે પાર) પણ એવું જ તાજું અને જીવંત રહેવા સર્જાયેલું છે. આ જ વાતને કેન્દ્રમાં રાખીને જગજિતસિંહે પોતાનું આત્મવૃત્તાન્ત આલેખતું જે પુસ્તક લખ્યું છે તેનું શીર્ષક પણ યોગ્ય રીતે જ 'Beyond Time' રાખ્યું છે. જેમ સાચું સોનું સમયની આગમાં બળતું નથી પણ વધુ ઊજળું બનીને લોકોને આકર્ષે છે તેમ જગજિતસિંહે ગાયેલી ગઝલો પણ મહ...

પંડિત ભીમસેન જોષી : એક આવાઝ જો અમર રહેગી....

Image
કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ કરીમખાનની વસંત રાગની ઠુમરી સાંભળીને જેમને શાસ્ત્રીય સંગીત શીખવાની લગની લાગી એવા પંડિત ભીમસેન જોષીને આજે વસંતપંચમીએ એમની 92મી જન્મજયંતિએ આદરાંજલિ આપતો લેખ મનસુખલાલ સાવલિયાના પુસ્તક ભારતના મહાન સંગીતકારોમાંથી સાભાર! ધારવાર જિલ્લાના કડગ ગામમાં ઈ.સ. 1922માં જન્મેલાં પંડિત ભીમસેના જોષી કિરાણા ઘરનાના ઉત્તમ ગાયક ગણાય છે. કંઠ્ય સંગીતમાં એમની બરોબરી કરી શકે એવા બહુ જ ઓછા કલાકારો છે. સંગીતની ઉપાસના કરનારા શીલવંત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ભીમસેન, આનુવંશિક રીતે જ સંગીતકલાના સંસ્કાર લઈને આવ્યા હતાં. એમના દાદા પંડિત ભીમાચાર્ય, લબ્ધપ્રતિષ્ઠિત અને લોકપ્રિય કીર્તનકાર હતા. એમના પિતાશ્રી ગુરુરાજે ઉચ્ચ કેળવણી લીધી હતી અને અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાના ભજનો ગાતાં. પંડિત ભીમસેનમાં બાળપણથી જ સંગીત, સાહિત્ય અને કલાના આ સંસ્કારો પડ્યા હતા. બાલ્યકાળમાં પંડિત ભીમસેન જોષીના અંતરપટ ઉપર સંગીતના સંસ્કારની જે રંગભરી ચિત્રાવલી આલેખાઈ હતી તે સમય જતાં વધુ ઊજળી બની છે! ભીમસેનની જ્યારે માત્ર સાત જ વર્ષની ઉમ્મર હતી ત્યારે તેણે તેના દાદા ભીમાચાર્યનો માળિયામાં મૂકી રાખેલો તાનપૂરો કાઢ્યો હ...

ક્રિપ્ટોલૉકર વાયરસ : ચૈન સે સોના હૈ તો જાગ જાઓ !

Image
ચિત્રલેખાનાં તાજા અંકમાં કમ્પ્યૂટરના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી ખતરનાક માનવામાં આવતાં ક્રિપ્ટૉલૉકર વાયરસ વિશેની રસપ્રદ કવરસ્ટોરી વાંચીને આ બ્લૉગ પોસ્ટ લખવા પ્રેરાયો છું. FedEx કે UPS કુરિયરનું પાર્સલ ટ્રેક કરવાના નામે મોકલવામાં આવતા નકલી ઈ-મેઈલમાં અટેચમેન્ટ ડાઉનલોડ કરીને ખોલવાની જેઓ લાલચ રોકી શકતા નથી એમની સિસ્ટમમાં આ માલવેર ઘૂસી જાય છે અને બધાં જ અગત્યનાં ડૉક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ્સ, પીડીએફ ફાઈલ્સ, ફોટોગ્રાફ્સને encrypt (લૉક) કરી દે છે જે કી વગર ખૂલી શકતાં નથી. આ કી માલવેર જ્યાંથી મોકલવામાં આવ્યો હોય તે સર્વરમાં હોય છે. આટલું થયા પછી 72 કે 96 કલાકની અંદર અમુક તગડી રકમ ચૂકવીને બદલામાં ડેટાને decrypt કરવાની સૂચના આપતો મેસેજ સ્ક્રીન પર ઝળકે છે. રકમ ચૂકવ્યા પછી પણ ડેટા પાછો મળશે કે કેમ એની ખાતરી હોતી નથી. તમારું બાળક કિડનૅપ થયું હોય અને ખંડણી ચૂકવ્યા પછી મૃત હાલતમાં મળી આવે એના જેવી આ વાત છે. પેમેન્ટ ન કરવામાં આવે તો ડેટાને હંમેશા માટે ભૂલી જઈને સિસ્ટમ ફૉર્મેટ કરીને નવી ગિલ્લી, નવો દાવ શરૂ કરીને ફરીથી "દાવ" ન થઈ જાય એની સાવચેતી રાખ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. પેમેન્ટ હમણા...