Posts

Showing posts from May, 2014

નીતિશ કુમારનું સ્વપ્ન : બેટા, મન મેં લડ્ડુ ફૂટાં?

16મી લોકસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન ક્રિએટીવ અને ભેજાબાજ ટીમના સહયોગથી "So...sorry"ના બેનર હેઠળ આજ તકની ટીમે અફલાતૂન પોલિટિકલ ઍનિમેશન કાર્ટૂન્સ દર્શાવ્યા હતાં એ લગભગ બધાએ જોયાં જ હશે. આવા જ એક કાર્ટૂનનો આઈડિયા અમોને (મોડો તો મોડો) સૂઝી આવ્યો છે. આ પોસ્ટ વાંચનાર પોતપોતાની રીતે એને વિઝ્યુઅલાઈઝ કરી શકશે:  ચૂંટણીના પરિણામો આવવાની પાછલી રાતની વાત છે. વડાપ્રધાન બનવાના સપનાં જોતાં બિહારના નીતિશ કુમાર સુખેથી નીંદર માણી રહ્યા છે. અચાનક એમને સ્વપ્ન આવે છે કે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. રુઝાન પ્રમાણે જેડી(યુ) બિહારમાં તમામ 40 બેઠકો ક્લિન સ્વીપ કરીને વિરોધીઓના સૂપડાં સાફ કરી રહ્યું છે અને મોદીથી અલગ પડીને એકલે હાથે ચૂંટણી લડવાના નિર્ણયનો ચોખ્ખો રાજકીય ફાયદો થતો એમને દેખાઈ રહ્યો છે અને એ મનમાં મુસ્કુરાઈ રહ્યા છે. ત્રીજા મોરચાના મુખ્ય પક્ષોમાં મુલાયમને 30 બેઠકો મળી છે. માયાવતી ઉત્તર પ્રદેશમાં 15 બેઠકો જીતી લાવ્યા છે પણ મુલાયમ સાથે દુશ્મનીને કારણે એ ત્રીજા મોરચામાં જોડાશે કે કેમ એ નક્કી નથી. ભાજપને 2009ની જેમ જ યુ.પીમાં 10 બેઠકોથી સંતોષ કરવો પડ્યો છે. કોંગ્રેસ ગમેતેમ કરીને...

સાયોનારા ટુ સોનિયા..ઈટ્સ અ ટાઈમ ફૉર મોદી મેનિયા...

આખરે જેની અત્યંત આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ 16મી લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. 1984 પછી પહેલીવાર કોઈ પક્ષે સ્પષ્ટ બહુમતી મેળવી હોય એવું બન્યું છે. તડજોડ અને જોડતોડનું વરવું રાજકારણ જોઈને ત્રાસી ગયેલી ભારતની લોકશાહીને આખરે સ્થિરતા મળી છે અને દર વખતે ત્રિશંકુના ચોખા અને કંકુ થતાં હતાં એમાંથી મુક્તિ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપના સંખ્યાબળનું વિસ્તરણ થયું છે. કોંગ્રેસનું શરમજનક હદે સંકોચન થયું છે. પરિણામે ખૂલીને મિડિયા સામે આવીને ખુલાસાઓ કરતાં સંકોચ થઈ રહ્યો છે. સંકોચન પામેલી કોંગ્રેસને હવે કોઈ સંકટમોચનની તાતી જરૂર છે. ન્યૂઝ 24-ચાણક્યનો ઍક્ઝિટ પોલ એકદમ સચોટ નીવડતાં કહી શકાય કે એક ચાણક્યએ બીજા ચાણક્યને જનાદેશ આપ્યો. મોદીનો વેવ છે કે નહીં એવી ટીવી ચર્ચામાં ભાજપને સ્વબળે 272 તો શું 200 બેઠક માંડ મળી શકે છે એમ કહીને મજાક ઉડાવનારા લોકો રીતસર ભોંઠા પડ્યા છે. એમાં ઝી ટીવી પર વર્ષો પહેલાં બૉર્નવિટા ક્વિઝ કૉન્ટેસ્ટ જેવા લોકપ્રિય ક્વિઝ શોનું સંચાલન કરનારા અને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈને મમતાદીદીની ભક્તિમાં અંધ બની IQના મામલે દેવાળું ફૂંકનારા ડેરેક ઓ...

ચૂંટણીના પરિણામો પૂર્વે થોડાં મજેદાર જોડકણાં/પંક્તિઓ

આજે સવારે ટીવી જોતાં અને છાપાં વાંચતા સવારે સૂઝેલી પંક્તિઓ/વિચારો/જોડકણાં પ્રસ્તુત છે: સફળતાના ઘણાં બાપ હોય છે, પણ નિષ્ફળતા બિચારી અનાથ હોય છે એ જોતાં કહી શકાય કે: कल आएंगे सोलहवीं लोकसभा चुनाव के सब नतीजे जीतने वाले नेताओं के फूट निकलेंगे नये नये भतीजे ! ઍક્ઝિટ પોલમાં ભાજપને મળતી બહુમતી બાદ અને કોંગ્રેસનું ધોવાણ થતું જોઈને ત્રીજા મોરચા માટે પણ ખાસ આશા રહી નથી: બનતાં પહેલાં વીખેરાઈ રહ્યા છે બીજા-ત્રીજા મોરચા મોદી પીએમ બનશે એ વાત પર લાગે એમને મરચાં એનડીએની સરકાર બનતાં પહેલાં મોદીને મળવા માટે ગુજરાતમાં ભાજપના નેતાઓની ચહલકદમી જોતાં કહી શકાય કે, ભાજપના નેતાઓએ ગુજરાતમાં નાંખ્યા છે ધામા સરકાર રચતાં પૂર્વે ચાલી રહ્યા છે બધા ઉધામા નરેન્દ્ર મોદીની કમ્યુનલ ઈમેજને કારણે શરૂઆતમાં એનડીએ ઍલાયન્સને અછૂત ગણતાં ઘણાં રાજકીય પક્ષો હવે એનડીએમાં ભળવાના સંકેતો આપી રહ્યા છે:  ઘણાં પક્ષો તૈયાર છે ભરાવા ભાજપની સોડમાં શરમથી મોં છુપાવવા કોંગીઓ ભરાયા છે બોડમાં હમણાં સોનિયાએ મનમોહનને ફેરવેલ ડિનર આપ્યું ત્યારે એક વિચાર આવ્યો કે કોંગ્રેસ સરકારે લોકોનું "વેલફેર" કર્યુ...

અમદાવાદ નેશનલ બુક 'અફેર' 2014 !

Image
છેલ્લી પંચવર્ષીય યોજના પૂરી થઈ ન હોય ત્યાં નવી યોજના આવી જાય, ગયા વર્ષનાં ગુજરાતી સામયિકોના દીપોત્સવી અંકો વંચાયા વિનાના પડી રહ્યા હોય ત્યાં નવા વર્ષની દિવાળી આવી જાય એમ હજી ગયા વર્ષના નેશનલ બૂક ફેઅરમાંથી લીધેલા પુસ્તકો મસ્તકમાં પૂરેપૂરા ઉતાર્યા ન હોય ત્યાં જ આ વર્ષનો બૂક ફેઅર પણ આવી ગયો ! (અમુક લોકો  પુસ્તક મેળાને બદલે બૂક ફેઅર શબ્દ વાંચે ત્યારે એમની દશા લાલ રંગને જોઈને ભડકતાં આખલા જેવી થાય છે એવું સાંભળ્યું છે! જો કે ટાઈટલમાં આ વખતે ફેઅર શબ્દને ઉલટસૂલટ કરીને અફેર શબ્દ લખ્યો છે! :P) ઘણી ફરિયાદો સાંભળવા મળી છે કે આ વખતના મેળામાં પહેલાં જેટલી મજા ન આવી. પહેલાં બે મેળાઓની સફળતા નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રસ લીધો હતો એના કારણે હતી એવો મત એક મિત્રે વ્યક્ત કર્યો. આ વખતે સાહેબ વડાપ્રધાનપદ પામવાની હોડમાં વ્યસ્ત છે અને જનહિત માટે પ્રચારમાં રોકાયેલાં છે એ વખતે સાહિત્યનું હિત ન જળવાય એ સ્વાભાવિક છે. દિવ્ય ભાસ્કરે છાપેલાં બૂક ફેઅરવિરોધી વિવાદાસ્પદ સમાચાર અંગેનો ગણગણાટ એકાદ સ્ટૉલ આગળથી પસાર થતી વખતે કાને પડ્યો. એક હૉલમાંથી બીજા હોલમાં કે ફૂડ કૉર્ટમાં કે વૉશ-રૂમમાં જઈને પાછા પહેલાં...