Posts

Showing posts from September, 2014

બૉય છે આ બૉય છે?

બીમાર ફલકને આજે ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં બતાવવા માટે લઈ ગયા હતાં, ત્યારે એક નર્સ એને શરૂઆતમાં છોકરી સમજ્યા પછી હકીકત જાણ્યા બાદ એને જોઈને પ્રેમથી બોલ્યાં, "બૉય છે, આ બૉય છે?" આ એક વાક્ય પરથી એક નાની રચના સૂઝી એ પ્રસ્તુત છે: બૉય છે, આ બૉય છે? લોકોને રમવાનું ટૉય છે? હરખનો તું ઉત્સવ છે કે મા-બાપની હાયવોય છે? ફૂલ સમ કોમળ સ્પર્શ છે કે ત્વચાને ચુભતી સોય છે? પળોજણ તો છે ઉછેરમાં, પણ આમ જિંદગીનો જૉય છે! સંસાર કેરી માયાજાળમાં તું કોઈ પ્લૉટ છે કે પ્લૉય છે? કૂકરની સીટીથી ડરે છે કે ચોરને ભગાવતો સિપોય છે? બૉય છે, આ બૉય છે? લોકોને રમવાનું ટૉય છે?

સીમાડા : હરિશ્ચંદ્ર ભટ્ટનું એક ગીત

રવિવાર તા: 21 સપ્ટેમ્બર, 2014ના રોજ ગુજરાત સમાચારમાં જય વસાવડાની સ્પેક્ટ્રોમીટર કૉલમનો ઓપનિંગ પેરેગ્રાફ (ઊઘડતો ફકરો અથવા પ્રારંભિક પરિચ્છેદ) આ પ્રકારે હતો: "એમનું નામ હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ. આ સદીના પ્રારંભકાળે પેદા થયેલા એ કવિને વાંચનનો અનહદ શોખ. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, પોલિશ અને જર્મન ભાષા પર પ્રભુત્વ. પૂર્વ-પશ્ચિમના ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય અને દર્શનનું આજીવન પઠન જ તેમના જીવનનો હેતુ. ગ્રીક દંતકથાઓથી લઇ ભારતીય દાર્શનિકો પર ઉત્તમ કાવ્યો લખી, વિદ્વાનોની કાયમી સંગત મેળવનાર જીવ અને ૧૮ મે, ૧૯૫૦ના રોજ આવા પ્રકાંડ અભ્યાસુએ ૪૪ વર્ષની જ ઉંમરે આત્મહત્યા કરી!" ઉપરના ફકરામાં ભૂલ એ છે કે હરિશ્ચંદ્ર ભટ્ટને એમણે આ સદીના પ્રારંભકાળે પેદા થયેલા ગણાવ્યા છે. આ સદી એકવીસમી સદી છે. એકવીસમી સદીના પ્રારંભકાળે એટલે કે 2001માં પેદા થયા હોય તો એમની ઉંમર અત્યારે માંડ 14 વર્ષ હોય. વાસ્તવમાં એ ગઈ સદીમાં એટલે કે 20મી સદીમાં પેદા થયા હતાં. જન્મ તારીખ: 6-12-1906 અને મૃત્યુ તારીખ: 18-5-1950. ખેર, જયભાઈએ હરિશ્ચંદ્ર ભટ્ટને યાદ કર્યા એ નિમિત્તે ચંદ્રકાન્ત શેઠ સંપાદિત અમર ગીતો પુસ્તકમાંથી ...

જીવન-મૃત્યુની એક તુલનાત્મક કવિતા

મોદી સરકારની શપથવિધિને એક અઠવાડિયું માંડ વીતેલું ત્યાં કેન્દ્રિય પ્રધાન ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. એ વખતે આ કાવ્ય રચનાની પ્રથમ બે પંક્તિઓ લખી હતી. આજે રચનામાં વધુ શેર ઉમેર્યા છે: પ્રમોદ મહાજન, દેશમુખ અને હમણાં ગયાં એ મુંડે કાલે મારો'ય વારો આવશે, ડર છે મનમાં ઊંડે ઊંડે જોઈ મેં કંઈક નવી કળીઓને ખીલતાં ક્યારે ક્યારે, તો જોયાં મેં કેટલાંક પુષ્પોને પણ ખરતાં કૂંડે કૂંડે મૃત્યુનો કોઈ મનાવે ઉત્સવ, કોઈને ઘેરી વળે ઉદાસી, અભિગમ છે અલગ અલગ, ભિન્ન છે મતિ તુંડે તુંડે વહાવી રહ્યા લોક મૃતકનાં અસ્થિ ગંગા કેરા જળમાં, ને છાંટી રહ્યા ઐરાવત જીવનજળ સાત-સાત સૂંડે સૂંડે વિચરી રહ્યા અહીં યમના દૂત ઝડપી લેવા  જીવને, ફરતાં હોય છે અહીંતહીં જેમ હર ગલી ગલી કે ગુંડે 

પ્રકાંડ પંડિત: વનસ્પતિના પ્રકાંડના નિષ્ણાત અભ્યાસુ વૈજ્ઞાનિક

આત્મનીંભર: આત્મનિર્ભર શબ્દનો અપભ્રંશ છે. ઓરીજીનલ અને મૅકમિલન (Original & McMillan):  અમારી સોસાયટીમાં મિલન અને જીનલ નામનાં ભાઈ-બહેન રહે છે. બંનેના નામો પરથી એક વખત વિચાર આવ્યો કે જીનલને ઓરી થાય તો એ ઓરીજીનલ કહેવાય અને મિલન પાસે મૅક-બુક હોય તો એ મૅકમિલન કહેવાય ! ગુડગુડ બૉય: સારા છોકરાને ગુડ બૉય કહીએ તો હુક્કો ગુડગુડાવાના શોખીન છોકરાને ગુડગુડ બૉય કહી શકાય? તજજ્ઞ: ખોરાકમાં તજનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે જ્ઞાન હોય એવી વ્યક્તિ. તેલંગાના: આમ તો આંધ્રમાંથી છૂટું પડીને બનેલું નવું રાજ્ય છે, પણ સંધિવિગ્રહ કરીએ તો "તેલ અંગ લગાના" મતલબ કે અંગે તેલ ચોળવું એવો અર્થ કરી શકાય. ધુઆંધાર: જેના વગર આપણો આધાર છીનવાઈ જાય એવી વ્યક્તિ.  પતંજલિ: પતી ગયેલાંને અંજલિ આપવી એને પતંજલિ કહે છે. પ્રકાંડ પંડિત: વનસ્પતિના પ્રકાંડના નિષ્ણાત અભ્યાસુ વૈજ્ઞાનિક. પારંગત: એવી વ્યક્તિ જે પોતાના ક્ષેત્રમાં ખરેખર નિષ્ણાત હોવાથી એ ક્ષેત્રની જે વાતો કરે એમાં રંગત હોય. મર્મ-અજ્ઞ: ઊંડો અર્થ કે મર્મ જાણનાર વિદ્વાન માણસને મર્મજ્ઞ કહેવાય તો એ સમજી ન શકે તેવી વ્યક્તિને મર્મ-અજ્ઞ કહી શ...

ગુજરાત સમાચારમાં છપાયેલો મારો ભાષાંતરનો એક અહેવાલ

Image
19 સપ્ટેમ્બર, 2014ના ગુજરાત સમાચારની ચિત્રલોક પૂર્તિમાં મેં અગાઉ કોઈ પીઆર એજંસી માટે કરેલાં એક પ્રેસ રિલીઝનું ભાષાંતર છપાયું હતું. બિનસાહિત્યિક ભાષાંતરના કામોમાં અનુવાદકનું નામ ક્યારેય સામે આવતું નથી. મેં ભાષાંતર કર્યું હોય અને મારી નજરમાં ન આવ્યું હોય એવા આ પ્રકારનાં અમુક લખાણો બીજે પણ કદાચ છપાયા હશે. જો કે, પ્રેસ રિલીઝનાં ભાષાંતરના કામોમાં પેમેન્ટની સમયસર ચૂકવણીમાં અનિશ્ચિતતાની સતત લટકતી તલવારથી કંટાળીને હવે આ પ્રકારનું કામ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ખેર, નીચે ગુજરાતી ભાષાંતરની ક્લિપિંગ મૂકી છે અને એ પછી ઓરીજીનલ અંગ્રેજી ટેક્ષ્ટ છે.  A press release translated by me, published in Gujarat Samachar Film Supplement dated 19/04/2014. Below is the Gujarati translation snapshot followed by original English text.  Aneri – Nisha’s Interview ·          Do you always wanted to be an actress? Tell us something about your background I am born and brought in Mumbai, a very typical Gujarati girl who loves to travel and who is a ...

બાપુ, તમે પાછા આવશો?

Image
બાપુ, તમે બહુ યાદ આવો છો...ના, હું તમારા વિશે 500થી 1000 કે 1500 કે 2000 શબ્દોમાં દર વર્ષે 30મી જાન્યુઆરી અને 2જી ઑક્ટૉબરે નિયમિતપણે કટાર લેખો ઘસી કાઢતો લેખક નથી. તમારી જેમ જ અંદરુની નબળાઈઓને જીતીને વ્યક્તિત્વને મઠારવા મથતા એક સામાન્ય માણસ તરીકે વાત કરી રહ્યો છું. એક વખત પ્રાથમિક શાળામાં કોઈ બહેન મારી હોમવર્કની નોટબુક જોઈને દાઢમાં બોલેલાં કે તારા અક્ષર ગાંધીજી જેવા છે. એ વખતે ગાંધીજીના અક્ષર એટલે ખરાબ અક્ષર એવી ખબર ન હતી, એટલે તમારી સાથેની સરખામણીથી મને નિર્દોષ રોમાંચ થયેલો. પણ હકીકત ખબર પડ્યા પછી પણ સરખામણીનો રોમાંચ એવો જ અકબંધ રહેલો. ખરાબ માણસની સારાઈ જોડે સરખામણી થાય એના કરતાં સારા માણસની ખરાબી જોડે તુલના થાય એમાં વધારે આનંદ આવે. જે ગુજરાતની ધરતી પર તમારો જન્મ થયો એ જ ગુજરાતમાંથી તમને મહત્તમ ગાળો આપવાની પ્રથા આજે પણ ચાલુ છે. તમારા જીવનનાં આદર્શો, સિદ્ધાંતો, નીતિનિયમો વગેરેમાં સ્વાભાવિક રીતે ઘણાને રસ ન પડતો હોઈ તમારા અંગત જીવન પર પાયા વગરના આક્ષેપો કરતા "સ્કૂપ"ના શોખીન "સ્કૂપમંડૂક" લેખકો તરફથી મસાલેદાર પુસ્તકો આવતાં રહે છે, હીન કક્ષાનાં નાટકો ભજવાતાં રહે છે...

દાઉદાહરણ: ભવિષ્યમાં દાઉદ ઈબ્રાહિમના અપહરણ માટેનો શબ્દ

અંગત પળો: જેમાં સૌથી વધુ દખલ થવાની શક્યતા હોય એને અંગત પળો કહે છે. આગળપડતું: આગળ જઈને ગબડી પડતું હોય એવું. ઍકડેમિક્સ: એવા બોચિયા વિદ્વાનોનું ક્ષેત્ર જેમાં એકેય દિ મિક્સ થવાનું મન ન થાય ! એક્સ-પોઝ: પ્રચલિત અર્થ તો અંગપ્રદર્શન કરવું કે ઉઘાડું કરવું એવો છે, પણ ભૂતકાળમાં કોઈ સરસ પોઝ આપ્યો હોય એવા ફોટાને એક્સ-પોઝ કહી શકાય. કાળજું: કાળજીનું નાન્યતર સ્વરૂપ. ચૂંક: અમુક બાબતો ચૂકી જવાથી પેટમાં થતી વેદના. જ્યોતિષ:  પ્રતિભા હોય પણ સફળતા ન મળતી હોવાથી સંશયાત્મા બની ગયેલા લોકોને સધિયારો આપતું અને પ્રતિભા વિના અનાયાસ સફળ થઈ ગયેલા લોકોને સફળતા ટકાવી રાખવાના ઉપાયો બતાવતું શાસ્ત્ર. ઢગું: 'ગૂઢ' બાબતોમાં સમજણ ન પડતી હોય એવી વ્યક્તિ. દાઉદાહરણ: ભવિષ્યમાં દાઉદ ઈબ્રાહિમના અપહરણ માટે આ શબ્દ પ્રયોજી શકાય. નંગપ્રદર્શન: જાતજાતના નંગો પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે એને નંગપ્રદર્શન કહે છે. પડદાં: ઘરમાં શું ગોલમાલ ચાલી રહી છે એ બહારના લોકો ન જોઈ શકે માટે બારીઓ પર કરવામાં આવતી એક વ્યવસ્થા. પરિવર્તન: કુદરતનું પરી જેવું વર્તન! કુદરત પરીની જેમ એક જાદુઈ છડી ફેરવી દે છે અને દુન...

સૌરભ શાહના ત્રણ નિબંધસંગ્રહો : કંઈક ખૂટે છે/પ્રિય જિંદગી/મનની બાયપાસ સર્જરી

Image
હા, મને ખબર છે કે આ ભાઈ એક જમાનામાં જબરદસ્ત એન્ટી-બક્ષી ક્રુસેડ ચલાવતાં હતાં, પણ આ એકાદ માઈનસ પૉઈન્ટને અવગણતાં સૌરભ શાહની કલમમાં દમ છે અને હમણાં એ ફેસબુક પર પુન:સક્રિય થયા છે ત્યારે રોજ મૂકાતાં એમના વખાણવાલાયક લખાણો વાંચીને એમના ત્રણ નિબંધસંગ્રહો "કંઈક ખૂટે છે", "પ્રિય જિંદગી" અને "મનની બાયપાસ સર્જરી" વાંચવા માટે પ્રેરાયો અને સારું, ગુણવત્તાસભર વાંચ્યાનો આનંદ થયો. વિષયોનું વૈવિધ્ય સારું છે. કલમમાં ખેંચાણ છે. રોજનો એક નિબંધ વાંચવો એવું નક્કી કરેલું એને બદલે એક અઠવાડિયામાં ત્રણેય નિબંધ સંગ્રહો વંચાઈ ગયાં. દરેક પુસ્તકની શરૂઆત ગુજરાતના અગ્રણી લેખકો, કલાકારો દ્વારા સૌરભ શાહના લખાણના વખાણની પ્રતિક્રિયાઓથી થાય છે.  કુલ સિત્તેર લેખો ધરાવતાં ત્રણ પુસ્તકોમાંથી થોડું આચમન કરીએ: 'કંઈક ખૂટે છે' પુસ્તકમાં પુસ્તકોના અર્પણની દુનિયામાં ખ્યાતનામ ગુજરાતી અને અન્ય લેખકોએ પોતપોતાના પુસ્તકો કોને અર્પણ કર્યા છે એની રસપ્રદ વિગતો છે. આ લેખનો એક નાનકડો નમૂનો અહીં વાંચી શકાશે: http://bakshinama.blogspot.in/2014/08/blog-post.html અર્પણના બધાં ઉદાહરણોમાં મ...

બૂક્સ બકેટ ચેલેન્જ: ટૉપ ટૅન ગમતાં પુસ્તકો

આમ તો હોલીવૂડ કે બોલીવૂડના ઍવોર્ડ માટે હું ક્યારેય નૉમિનેટ થવાનો નથી, પણ જે હોલીવૂડનું જન્મસ્થાન છે એ અમેરિકાના નિવાસી Shivani Desai એ ફેસબુક પર જેનો વાયરલ ફીવર ચાલ્યો છે એ બૂક્સ બકેટ ચેલેન્જ માટે નૉમિનેટ કર્યો એટલે ગમતી 10 બૂક્સનું લિસ્ટ રજૂ કરું છું. નૉમિનેટ કરવાનો વાયરો ક્યાંથી જર્મિનેટ (germinate) થયો અને ક્યાં જઈને ટર્મિનેટ (terminate) થશે એ તો ભગવાન જાણે.  ઘણાં લોકો એક જ લેખકની ત્રણ ત્રણ કૃતિઓનો ઉલ્લેખ કરીને દસને બદલે દ્વાદશ કે ત્રિદશ જેવું લિસ્ટ આપીને ચિટીંગ કરે છે તો એમની જેમ હું પણ સંખ્યામાં થોડી છૂટછાટ લઈશ. ખરેખર તો 10 બૂક્સના નામ આપવા કરતાં બૂક્સ ખરીદીને વાંચવા માટે પૂરતી ધીરજ, સ્થિરતા અને સમય ફાળવવાની ચેલેન્જ વધારે દુષ્કર લાગે છે.    Here is my list. આ કોઈ ઈમામના ફતવા જેવું આખરી લિસ્ટ છે નહીં અને એવો દાવો પણ કરતો નથી. ટેસ્ટ કે વન-ડેના રેન્કિંગની જેમ સમયે સમયે ફેરફાર થયા કરતો હોય છે.  1. બક્ષીનામા (ચંદ્રકાંત બક્ષી) 2. The Insider (P V Narsimha Rao) 3. Tell me your dreams (Sidney Sheldon) 4. મનનાં મેઘધનુષ્ય (Gunvant Shah) 5. Bo...