Posts

Showing posts from November, 2014

માનું ત્યારે કે જનજીવન સાચે જ પડ્યું છે થાળે

માનું  ત્યારે  જ કે  જનજીવન  સાચે  જ  પડ્યું  છે  થાળે  જોવા  પામું  પકવાન  કદી  જો મહેનતુ ગરીબોના  થાળે  આ  લોકોના પ્રશ્નોમાં  કોને  પડવાનો  રસ  કોઇ  દિ,  ખબર  તરીકે  એ  ચમકે બસ ક્યારે અખબાર મથાળે  જોયો  છે  મેં  ક્યાંક  વિકાસ  ગગનચુંબી કોઇ મકાને,  કેમ હજી એ આવ્યો જ નથી નીચેનાં એક પણ માળે?  ફોકટ   જાહેરાતો   તો   બહુ   થાય   ગરીબોના  નામે  કોઇ   કહેશે   કે   શું   આવ્યું  વાસ્તવમાં  એમના  ફાળે?  વાતો   થાય   ગરીબો   બાબત  વાતાનુકૂલિત  ખંડોમાં  ને  ગરીબો  બિચારા  શ્રમ  કરતાં  ઊભા  લૂ  તાપ વચાળે  ગંદી   ગોબરી  ગટરોમાં  એ  જોખમ લઈને  ઊતરતા  સ્વચ્છતાના  આ  શિલ્પીઓના  ચરણો કોણ પખાળે?  બદલાય  ...

કવિતા અને છંદ વિષયક વિચારો

Image
કવિતા લખવી અને પછી એને છંદમાં નિબદ્ધ કરવી એટલે લઘરવઘર છોકરીને એવી ટાપટીપ કરી આપવી કે જેથી લોકો એને ટગરટગર જોયા કરે. Writing a poetry and then setting it to a meter is like sprucing up an ungroomed woman in such an appealing way that no one can take their eyes off her. ગલી-મહોલ્લામાં મિત્રો સાથે ક્રિકેટ રમો એને આઈસીસીની માન્યતા ન મળે એમ કવિતાઓ છંદ વગર લખો તો એને સાહિત્યિક પ્રકાશનોની માન્યતા મળતી નથી. સ્ત્રી અને કવિતામાં મને ઘણી સામ્યતા લાગે છે. સ્ત્રી એ ઈશ્વરે દૈહિક સ્વરૂપમાં સર્જેલી મરોડદાર, કમનીય કવિતા છે. A woman is a poetry in physically most aesthetic form ever. તો કવિતા એ પોતાની અભિવ્યક્તિ અને મિજાજને અનુરૂપ છંદના આભૂષણો લાવી આપે એવા કવિની સર્જકતાથી ઉદભવતી સ્ત્રી લાગે છે. સ્ત્રીને કેટલી દુકાનોમાં ફેરવીએ, સેલ્સમેન પાસે કબાટો ઉલેચાવીને જાતજાતનાં વસ્ત્રો, આભૂષણો, ઍક્સેસરીઝ જુએ ત્યારે માંડ એકાદ કૉમ્બિનેશન પસંદ પડે તો પડે એ જ રીતે આપણે રચેલી કવિતાને છંદના અસંખ્ય ઉદાહરણોમાંથી એકાદ લાગુ પડે તો પડે. "ના કજરે કી ધાર, ના મોતિયોં કા હાર, ના કોઈ કિયા સિંગાર, ફિર ભી કિતની સુંદર હો......