Posts

Showing posts from December, 2014

બાળવા મૂક્યાં મેં પત્રો એમના, આગમાં પણ ચમક આવી, માનશો? (नेहल मेहता)

વાત જો એક હું કરું ન્યારી, માનશો? કલ્પના નહિ, વાત છે સાચી, માનશો? એમણે સંવારી જુલ્ફો જો એમની, ના શક્યો આફતને હું ટાળી, માનશો? ઝુલ્ફથી એ દે વિસામો આશિકને જો, તો કદી નાગણ બને કાળી, માનશો? જ્યારે વર્ષા બિંદુ સ્પર્શ્યા બદને એના, તો મદિરા થઈ ગયું પાણી, માનશો? આશ એવી કે મળે એ જળ ચાખવા, બુંદ મૃગજળની જરા આવી, માનશો? સ્વાદ મૃગજળનો અનોખો એવો રહ્યો, હું નથી પીતો અસલ પાણી, માનશો? મેં લખીને મોકલી ગઝલો એમને, દાદની સાથે મના આવી, માનશો? નામ સાથે બસ તખલ્લુસ બાકી રહ્યું, એ બધી ગઝલો ગયા તાણી, માનશો? બાળવા મૂક્યાં મેં પત્રો જો એમના, આગમાં પણ શું ચમક આવી, માનશો?

મતલબ અને મકસદના શેર ચંદ લખ તું!

છૂટે   નહીં   ક્યારેય   એ   સંગ   લખ   તું, ને   ઊતરે   સ્હેજે   ન   એ   રંગ  લખ  તું. ભેગું   થયું   પીડા   તણું   દળ   મનોમન, કાગળ  લઈ  ચલ  આ કરુણ જંગ લખ તું. સમતોલ    કરવા   દર્દના   ભારને   કોઇ, ખુશહાલ   દિલનો   કોઇ   ઉમંગ લખ તું. તય  હો  મિલન  ને તોય મળવા ન પામે, ખંડિત  દિલોની  એ  સભા  ભંગ  લખ  તું. ઓવારી  જાયે  જે  લઢણ  પર બધાં લોક, એવી  કશી  ઢબ  લખ  તું  કે  ઢંગ લખ તું. ટાગોર   પણ   પ્રગટે   વળી  કોઇ  કલમે, સૌ  થાય  વશ, એવા શબદ બંગ લખ તું. કરવા   અમારે   પણ   હવે   પાપ  થોડાં, વર્જિત   ફળો   એકાદ  બે  નંગ  લખ  તું. પાવક    નદીમાં   મારવી   ડૂબકી   એક, ધોવાય   જેમાં   પાપ  એ ...

એના એક મોંઘેરા ઇશારા પર...

કહે  છે  કે  ઘણાં  બસ  હોય   છે   જો  નાચવા  માટે  સદા  તૈયાર   એના  એક  મોંઘેરા  ઇશારા  પર, સુભાન  અલ્લાહ   કેવું   રૂપ   છે   એનું  કે  જોવા   એને   લોકો ક્યાં ચડે છે એક ઊંચેરા મિનારા પર! બહુ  જૂનું  થયું  કે  લોક  ઓવારી  દે  પ્રેમિકાના   ગાલોના  કોઇ  તિલ  પર  સમરકંદ  અને બુખારા, મને  એવા  વિચારો  આવે  છે  કે આપણે પણ કંઈ તો ઓવારી જઈએ ખુદ સમરકંદ ને બુખારા પર! અહા!  એનો  ચહેરો   ચાંદ   જાણે   દાગ   વિનાનો,   એના  ચુંબનનો લાગે દાગ એવું કોણ ના ચાહે? ધરા  પર   અવતરેલાં   આ  સવાયા ચાંદને જોતાં નજર જાયે નહીં ગગને ચમકતાં કો' સિતારા પર! જવાનીનો  મહીં   જ્વર છે, વળી આ સુપ્ત દિલને તપ્ત કરવા હુસ્ન કેરા આ હુતાશનનાં તિખારા છે, લગાડી  છે  જો  હૈયે  આગ  છૂપી  એક તિખારાએ, ક...

PK ફિલ્મ વિશેના અવલોકનો

Image
આખી ફિલ્મમાં આમીર પોતાનું એલિયનત્વ (કે એલિયનપણું/એલિયનતા?) અકબંધ જાળવી શક્યો છે એ ગમ્યું. માણસો સાથે ડાન્સિંગ સ્ટૅપ્સ લેતી વખતે પણ એ એનું એલિયનસહજ અકડાપણું બરકરાર રાખે છે. "હું, એલિયન, એલિયન થાઉં તો ઘણું!" એ કાવ્યપંક્તિને સાર્થક કરે એટલો સરસ અભિનય કર્યો છે. શાહરુખની "માય નેમ ઈઝ ખાન"માં ઘણાં દ્રશ્યોમાં પાત્ર પરની પકડ છૂટી જતાં શાહરૂખિયત ઉપસી આવી હતી એ ભૂલ અહીં આમીરે કરી નથી.  અનુષ્કા ક્યુટ લાગે છે. એની હાજરીને કારણે વિરાટે અમુક મૅચોમાં મીંડા મૂકાવેલા એવા ક્રૂર આરોપોને નકારવાનું મન થાય એટલી બધી વ્હાલી લાગે છે. કોઈકે એના બૉયકટ જર્નાલિસ્ટિક લૂકને લીધે બરખા દત્ત સાથે ક્રૂર સરખામણી કરી હતી, પણ મને એ અસલી કાશ્મીરી પંડિતની ખૂબસૂરતી ધરાવતી નિધિ રાઝદાન જેવી વધારે લાગી. એને બરખા દત્ત સાથે સરખાવનારના દ્રષ્ટિકોણનો વી, ધ પીપલ ઑફ ઈન્ડિયાએ બૉયકૉટ કરવો જોઈએ. ફિલ્મમાં પચાવવી અઘરી લાગે એવી એક વાત ખરી કે હરિવંશરાય બચ્ચનના ફૅન અને પોતે પણ મૌલિક ગઝલ લખી જાણતો સુશાંત સિંઘ રાજપૂત જ્યારે તીવ્ર ત્વરાથી અનુષ્કાને પોતાના પ્રેમપાશમાં બાંધી લે છે ત્યારે મારા જેવા ઘણાં ભાવકોના અંતરમાં સાઈલે...