Posts

Showing posts from February, 2015

ગઝલ વિશે..

ગઝલના વિવિધ પાસાંઓ, અંગોની સ્વરૂપગત સમજણ વિના અર્ધદગ્ધ ગઝલિયાઓ ગઝલ સર્જન કરવા પર ઊતરી પડ્યા છે. ઘેર ઘેર માટીના ચૂલાંની જેમ ફેસબુકની દીવાલે દીવાલે ગઝલ સર્જનના ચૂલાં સળગી રહ્યા છે. કાફિયા અને કલ્પનો ખૂટે એટલે ત્રણ-ચાર શેરમાં હાંફી જઈને ગઝલ પૂરી કરી નાંખતા તીનશેરિયા કે ચારશેરિયા ગઝલકારોની જમાત ઊભી થઈ છે. એક પાન ઠૂંસ્યું હોય ત્યાં ગલોફામાં બીજા બે પાન ઠાંસીને બોલનારા માણસના મોઢામાંથી પિચકારી છૂટે એમ ફેસબુક પર ફ્રેન્ડ લિસ્ટમાં ગામના ઉતાર જેવા ચારથી પાંચ હજાર મિત્રોને ઠાંસી ઠાંસીને ભર્યા હોય તો ગમે તેવી વાહિયાત ગઝલ પર પણ લાઈક-કમેન્ટ્સની પિચકારીઓ વછૂટે છે. છ કે સાત શેર લખ્યાં હોય તો સમ ખાવા પૂરતાં એક શેરમાં પણ તમને "વાહ" ફૅક્ટર જોવા ન મળે એવી તો કેટલી ગઝલો ગણાવવી? ઘણી ખરી ગઝલોમાં ગઝલિયતને બદલે ગલગલિયત અને શેરિયતને બદલે બોરિયતનું પરિબળ વધારે હૅવી અને હાવી થઈ જતું હોય છે. અમુક લોકોની તો ઓળખ જ તમુક છંદોમાં જ લખતાં ગઝલકારો તરીકેની થઈ જાય છે. કોઇ રમણભાઈ રમલ સિવાય એકેય છંદમાં ગઝલ લખતાં જ નથી. કોઇ રજતભાઈ રજઝમાં ગઝલો ઢસડ્યે જાય છે. કોઇ હરીશભાઈને હજઝ સિવાયના બાકીના છંદો સાથે બાપે માર્યા...

મારા જ દિલનો આ હવાલો કેમ મુજ હસ્તક નથી (નેહલ મહેતા)

મારા   જ દિલનો આ હવાલો કેમ મુજ હસ્તક નથી, તારા  વિના  અન્યત્ર   ઝૂકે  એવું  આ મસ્તક નથી. ચાહે  તો  રાખી  લે  અમર્યાદિત   મુદત માટે ભલે, આ  દિલ  છે  મારું,   લાઈબ્રેરીનું કોઇ પુસ્તક નથી! કંઈ   તો   સમજ   તું સાનમાં, જે કંઈ કહું હું કાનમાં, કહેવા  બધી  વાતો  તને,   મારી કને મુક્તક નથી! આ  આંગણું  મારું  સ્વયમ  છે  તારા  ઈન્તેજારમાં, પણ  કેમ   મારા   દ્વાર  પર તારા હજી દસ્તક નથી! આ  પ્યારનો  છે  મામલો, માની શકું એવીય વાત, જે વાતને નહિતર તો કોઇ ધડ નથી, મસ્તક નથી! મારી  નજરમાં  હું  વસાવું  અન્યને,   સંભવ  નથી, તારી નજર ક્યાં છે? નજર મારી પ્રિયે તિર્યક નથી! તારા  મુખે  હો  શબ્દ   એ   સૂરાવલિથી  કમ  નથી, તારા  સૂરો  ના હોય એ સપ્તક મધુર સપ્તક નથી! સાથે   મળીને   ચાલ  નયનોમાં ...