Posts

Showing posts from April, 2015

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર (અમૃત ઘાયલ)

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર, મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર. આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર, કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર. કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર, એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર. એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં, એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર. આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’, વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર. -અમૃત ‘ઘાયલ

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે (અમૃત ઘાયલ)

Image
કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે, ઝેર હોય અથવા મારણ મને ગમે છે. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે, જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે. હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું, દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે. આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે. લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને, છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે. દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં, એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે. હું એટલે તો એને વેંઢારતો રહું છું, સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે. ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં! આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે. ‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં, મે રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે. (અમૃત ઘાયલ)

ये महलों, ये तख्तों, ये ताजों की दुनिया

Image
ये महलों, ये तख्तों, ये ताजों की दुनिया  ये इंसान के दुश्मन समाजों की दुनिया  ये दौलत के भूखे रवाजों की दुनिया  ये दुनिया अगर मिल भी जाये तो क्या है  हर एक जिस्म घायल, हर एक रूह प्यासी  निगाहो में उलझन, दिलों में उदासी  ये दुनिया है या आलम-ए-बदहवासी  ये दुनिया अगर मिल भी जाये तो क्या है  जहाँ एक खिलौना है, इंसान की हस्ती  ये बस्ती है मुर्दा परस्तों की बस्ती  यहाँ पर तो जीवन से है मौत सस्ती  ये दुनिया अगर मिल भी जाये तो क्या है  जवानी भटकती है बदकार बन कर  जवां जिस्म सजते हैं बाजार बनकर  यहाँ प्यार होता है व्योपार बनकर  ये दुनिया अगर मिल भी जाये तो क्या है  ये दुनिया जहाँ आदमी कुछ नहीं है  वफ़ा कुछ नहीं, दोस्ती कुछ नहीं है  यहाँ प्यार की कद्र ही कुछ नहीं है  ये दुनिया अगर मिल भी जाये तो क्या है  जला दो इसे, फूँक डालो ये दुनिया  मेरे सामने से हटा लो ये दुनिया  तुम्हारी है तुम ही संभालो ये दुनिया  ये दुनिया अगर मिल भी जा...

किया है प्यार जिसे हमने ज़िन्दगी की तरह (क़तील शिफ़ाई)

Image
किया है प्यार जिसे हमने ज़िन्दगी की तरह वो आशना भी मिला हमसे अजनबी की तरह किसे ख़बर थी बढ़ेगी कुछ और तारीकी छुपेगा वो किसी बदली में चाँदनी की तरह बढ़ा के प्यास मिरी उस ने हाथ छोड़ दिया वो कर रहा था मुरव्वत भी दिल-लगी की तरह सितम तो ये है कि वो भी ना बन सका अपना क़ुबूल हमने किये जिसके ग़म ख़ुशी की तरह कभी न सोचा था हमने 'क़तील' उस के लिये करेगा हम पे सितम वो भी हर किसी की तरह

આમ આદમી પાર્ટીની ટ્રેજડી વિશે કેટલાંક શેર

ગઈકાલ સુધી મૂલ્યનિષ્ઠ અને લોકલક્ષી (ઉર્વિશ કોઠારીનો મનપસંદ શબ્દ!) રાજકારણના એક આશાસ્પદ કિરણ તરીકે જેની ગણત્રી થતી હતી એ આમ આદમી પક્ષ હવે આંતરિક કલહ અને વિખવાદોને કારણે પ્રજાનો વિશ્વાસ તોડી રહેલો જણાય છે ત્યારે આ સ્થિતિમાં કેટલાંક શેર સૂઝે છે, એ પ્રસ્તુત છે: મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે, મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે. (ચંદ્રેશ મકવાણા 'નારાજ') શુદ્ધિનો ઠેકો લઈને બેઠી હતી  એ જમાત આખી શરાબી નીકળી (અમૃત ઘાયલ) નવો આજનો આ જમાનો નવો અહીંનો દસ્તૂર છે, કરાવે નશામુક્ત એ ખુદ નશામાં થયા ચૂર છે. (નેહલ મહેતા)