Posts

Showing posts from May, 2015

میرے کچھ اُردو شعر / मेरे कुछ उर्दू शेर

میرے کچھ اُردو شعر  (मेरे कुछ उर्दू शेर) (1)  روح سے روح کے مِلنے کو حم مان لے کيسے نِکاح؟ جِسم دو مِلتے ہیں تب روح کو تسلّی حوتی ہے                                                                                                    نہال محتاب रुह से रुह के मिलने को हम मान ले कैसे निकाह? जिस्म दो मिलते हैं तब रुह को तसल्ली होती है (निहाल महताब) (2) پینی نگاہ رخ چلے تھے ہر جگہ مگر بھولےں تو بھولے خد کے گریباں میں جھاںکنا                                                                            نہال محتاب पैनी निगा...

રિલેશનશીપ ઈન્સ્ટન્ટ કૅક કે દૂધમાંથી બનતું ઘી? (જય વસાવડા)

રિલેશનશીપ ઓવનમાં મૂકાતી ઈન્સ્ટન્ટ કેક નથી. રિલેશનશીપ દૂધમાંથી બનતું ઘી છે. દૂધમાંથી દહીં જામે, રાહ જુઓ...એની છાશ થાય...રાહ જુઓ. એ છાશ મહેનત કરીને વલોવો, પછી હળવે હાથે ચોખ્ખાઈથી એનું માખણ નિતારો. પછી એને સંયમ-સંજોગોના તાપથી ધીમી આંચે તપાવો... અનુભવોના ગળણે ગાણો. ધીરજથી ઠરવા-જામવા દો. હવે સંબંધોનું ખુશ્બોદાર, કણીદાર શુદ્ધ ઘી તૈયાર થશે! - જય વસાવડા (ગુજરાત સમાચાર, 1 ઑગસ્ટ 2004)

હસ્તમૈથુન અને પ્રેમપૂર્ણ વિજાતીય વ્યક્તિઓ વચ્ચેનો સમાગમ (વત્સલ વસાણી)

હસ્તમૈથુન કે જાતીય સમાગમ વખતે માત્ર વીર્ય બહાર નીકળે છે અને એટલે જાતીય સમાગમ કે હસ્તમૈથુન પછી વ્યક્તિને ઢીલાશ કે રાહતનો અનુભવ થાય છે. અંદર ઉછળતી શક્તિ અને બેચેનીના સતત ધક્કા પુખ્તવયની કામાતુર વ્યક્તિને વાગે છે અને હસ્તમૈથુન કે સંભોગ દ્વારા જ્યારે વીર્ય સાથે એ શક્તિનો પ્રવાહ બહાર નીકળી જાય છે ત્યારે રાહત થાય છે. કામવિજ્ઞાન અને તંત્રની દ્રષ્ટિએ હસ્તમૈથુન અને બે પ્રેમપૂર્ણ વિજાતીય વ્યક્તિઓ વચ્ચેનો સંભોગ એ એક જ ક્રિયા નથી. હસ્તમૈથુનમાં શક્તિનો પ્રવાહ બહાર વહી જાય છે જ્યારે બે પ્રેમપૂર્ણ વિજાતીય વ્યક્તિ સંભોગ કરે ત્યારે ચરમસીમાની સ્થિતિમાં બંને વ્યક્તિના શરીરમાંથી શક્તિનો એક પ્રવાહ વહે છે. વીર્યની સાથે સાથે પુરૂષના શરીરમાંથી શક્તિ કે પ્રેમનો પ્રવાહ સામેના સ્ત્રી પાત્રના શરીરમાં જાય છે. અને સ્ત્રી પોતાની ચરમસીમાની ક્ષણોમાં સ્ખલિત થઈને ઊર્જાનો પ્રવાહ પુરૂષના શરીરમાં મોકલે છે. એમ ઊર્જાનું એક વર્તુળ બને છે અને શક્તિનો નાશ થતો નથી. કદાચ આ કારણે જ નવા નવા લગ્ન પછી સુકલકડી જેવા લાગતા યુવક યુવતી પણ પુષ્ટ, આનંદિત અને ઉત્સાહસભર બની જાય છે. - વત્સલ વસાણી (ગુજરાત સમાચાર, 13 ઍપ્રિલ 2004)

એક વાર્તામાંથી શૃંગારિક વર્ણન

કોઇ વાર્તામાં આવેલું નાયિકાનું શૃંગારિક વર્ણન બહુ ગમી ગયેલું એ ડાયરીમાં નોંધ્યું હતું. સંભવિતપણે નસીર ઈસ્માઈલીની વાર્તા હશે: સહેજ લાંબી, સા...રે...ગ...મના ખૂબસૂરત આરોહ-અવરોહ જેવી ચુસ્ત, સપ્રમાણ, સવળોટી કાયા, ચંપાવર્ણી મખમલી ત્વચા, આછી સોનેરી ઝાંયવાળો મેઘાડંબરી કાળો કેશ-કલાપ, આંખ ઊઠાવવાનું મન ન થાય એવો ઘાટીલો અનાર-ગુલાબી ચહેરો, કમળપત્ર જેવી સુકુમાર, નિર્દોષ કાજલી આંખો, આવ આવનું ચુંબકીય આમંત્રણ આપતા હોય એવા ઘાટીલા સ્ફટિકી સ્તનો, અને ફૂલવેલ જેવા કમરના પાતળા વળાંકમાંથી ઉપસીને હિલોળાતાં મસૃણ નિતંબ....

જિંદગી: એક અનંત ટ્રેજડી (જય વસાવડા)

Image
જિંદગી એક અનંત ટ્રેજડી છે. માણસે એમાંથી પસાર થવા માટે થોડાંક આનંદના 'વિસામા' શોધીને થાક ઉતારતા જવાનું છે, જેથી પથરાળા માર્ગ પર દોટ મૂકવા માટે તાજામાજા થઈ શકાય. કોઇપણ કથા કે સાહિત્ય આવા 'રેસ્ટ પ્લેસ'ની ગરજ સારે છે. જેટલો એનો આનંદ માણવાની આપણી ક્ષમતા ઓછી એટલી જ આપણા જીવનમાં સુખની ક્ષણો ઓછી! જ્યાં પહોંચી ન શકાય તેનો આનંદ ન મળે...એ એક વાત થઈ પણ જે નજર સામે છે - એમાંથી રાજીપો મેળવી ન શકવા જેટલા આપણે 'અભણ' રહીએ તો પછી દુ:ખી થવાને લાયક છીએ!                                                          - (જય વસાવડા, ગુજરાત સમાચાર: 16 માર્ચ 2005) ભૂતકાળનાં પાગલ વાંચનના દિવસોમાં જે કંઈ સારું વાંચું એ ડાયરીમાં ટપકાવી લેવાની આદત રાખતો. ફેસબુકિયા અને સૅલફોનિયા વાંચનના વાવરના આજના જમાનામાં હવે એ ક્રમ રહ્યો નથી ત્યારે દાયકા જૂની નોટબુકમાંથી પસાર થતી વખતે જય વસાવડાના એક લેખનો ફકરો વાંચવામાં આવ્યો. સોલહ આની સાચી વાત જેવા ઉપરના ફકરા પરથી અનાયાસે જ બે ગીતો યાદ આ...

છના આંકડાનો મહિમા (વજુ કોટકના એક પુસ્તકમાંથી)

ષટકર્મ એટલે શું? ષટ એટલે છ; ષટક એટલે છનો સમૂહ કે જેને આપણે છકડું કે છકડી કહીએ. આપણી સંસ્કૃતિમાં છનો સમૂહ ત્યાં જોવામાં આવે છે; ષટકર્મ એટલે છ પ્રકારનાં કર્મ; બ્રાહ્મણે ષટકર્મ કરવા જોઈએ એટલે એનો અર્થ એ થયો કે અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, યજન અને યાજન ; તાંત્રિકના ષટકર્મ એટલે મરણ, મારણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન અને વિધ્વંસન ; યોગીના ષટકર્મ એટલે ધૌતિ, બસ્તી, નેતી, નૌલી, ત્રાટક અને કપાલભાતી . વેદાંતના અધિકારીમાં હોવા જોઈતા છ ગુણ: શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. ષડગ એટલે વેદના છ અંગ: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જ્યોતિષ. ષડઋતુ એટલે વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર રાજનીતિના ષડગુણ એટલે સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ અને સમાશ્રય ઈશ્વરના છ ગુણ એટલે ધર્મ, યશ, વીર્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય ષડદર્શન એટલે વૈદિક તત્ત્વજ્ઞાનમાં છ દર્શનો જેવાં કે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત શરીરના છ વિકારને ષડભાવ કહેવામાં આવે છે. આ છ વિકાર એટલે જન્મવું, હોવું, વધવું, વિપરિણામ પામવું, અપક્ષય અને નાશ ષડરસ એટલે છ રસ: મીઠો...

ज़िंदगी प्यार की दो चार घड़ी होती है (राजिंदर किशन)

Image
बहरे रमल मुसम्मन मख़बून महज़ूफ़ अब्तर: 2122 1122 1122 22 or 2122 1122 1122 112 में लिखा गया एक गीत: ज़िंदगी प्यार की दो चार घड़ी होती है  चाहे थोड़ी भी हो ये उम्र बड़ी होती है  ताज या तख्त या दौलत हो ज़माने भर की  कौन सी चीज़ मुहब्बत से बड़ी होती है                                                                             ज़िंदगी ...  दो मुहब्बत भरे दिल खाक धड़कते हो जहाँ  सबसे लम्बी वो मुहब्बत की घड़ी होती है                                                                           ज़िंदगी ... चित्रपट / Film: Anaarkali (1953) संगीतकार / Music Director: सी. रामचंद्र-...

સંબંધોનું ગણિત (નેહલ મહેતા)

સાદી ભૂમિતિમાં ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, રેખા, બિંદુ, વર્તુળ વગેરે હોય છે. સંબંધોની ભૂમિતિમાં પ્રણયનો ત્રિકોણ, એની ચર્ચાનો ચતુષ્કોણ, પ્રપંચનો પંચકોણ, સૅક્સનો ષટકોણ કે સપ્તકોણ, અદેખાઈનો અષ્ટકોણ, રાગની રેખા અને વેદનાનું વર્તુળ હોય છે. આ બધામાં રહેલાં બખેડાઓનાં બિંદુ જોડતાં બહુકોણ બને છે. ફૂટપટ્ટી લઈને અંતર માપતી વખતે ક્યારે કયા સંબંધની રેખા વાંકી વળી જશે એ કહી શકાતું નથી. આપણે આપણી કામનાઓના બિંદુઓને જોડીને રેખા બનાવીને તેનું અંતર માપીએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે વાસ્તવમાં એ અંતર જ આપણને માપી રહ્યું હોય છે. (દાયકા જૂના આર્કાઈવ્ઝમાંથી)

એક ઉંમર હોય છે....મુક્ત પદ્ય (નેહલ મહેતા)

એક ઉંમર હોય છે જન્મતી વખતે રડવાની, અને જન્મ્યા પછી અન્યને રડાવવાની પણ, એક ઉંમર હોય છે જનેતાને ધાવવાની, અને બીજાને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાની પણ, એક ઉંમર હોય છે પાપાને પગલે ચાલીને પા પા પગલી ભરવાની, અને પગલી ભરતાં થયા પછી પાપ કરવાની પણ, એક ઉંમર હોય છે ટૅડી બૅઅરને વળગીને સૂવાની, અને જંગલના બૅઅર સાથે બાથ ભીડવાની પણ. એક ઉંમર હોય છે પથારીમાં પેશાબ કરવાની, અને પથારીમાંથી ઊભા થઈને પેશાબ પીવાની પણ, એક ઉંમર હોય છે ઋતુસ્ત્રાવમાં આવવાની, અને વગર ઋતુએ પણ પ્રેમનો સ્ત્રાવ કરવાની, ક્યારનું આ શું ઉંમર પુરાણ માડ્યું છે દોસ્ત, ઉંમરને લાયક થવાની પણ એક ઉંમર હોય છે! (નેહલ મહેતા)

ધર્મ-અધ્યાત્મ વિશે સામાન્ય જ્ઞાન

છ શાસ્ત્રો: વ્યાકરણ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, સાહિત્ય શાસ્ત્ર સપ્તર્ષિ:   ગૌતમ, વિશ્વામિત્ર, જમદગ્નિ, અત્રિ, ભારદ્વાજ, કશ્યપ, વશિષ્ઠ ચૌદ લોકનું બ્રહ્માંડ: નીચેના: અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ, પાતાળ ઉપરના: ભૂર, ભવર, જન, સ્વર્ગ, મહર, તપ, બ્રહ્મ લોક    ચાર દેહ: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ ચાર અવસ્થા: જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત, તુર્યાવસ્થા ચાર પ્રકારના પ્રલય:  નિત્ય, નિમિત્ત, પ્રાકૃત, આત્યંતિક ચાર પ્રકારના ભક્ત: આર્થ, વિદ્યાર્થી, જીજ્ઞાસુ, મુમુક્ષ ચાર ગુણ: તમસ, રજસ, સત્ત્વ, શુદ્ધ સત્ત્વ ચાર અંત:કરણ: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પાંચ કર્મેન્દ્રિય: વાણી, હાથ, પગ, શિશ્ન/યોનિ, ગુદા પાંચ જ્ઞાનેન્દ્રિય: આંખ, કાન, નાક, જીભ, ચામડી પાંચ વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ચાર ધામ: બદરિકાશ્રમ (સતયુગ), રામેશ્વર (ત્રેતાયુગ), દ્વારિકા (દ્વાપરયોગ), જગન્નાથપુરી (કળિયુગ) દશ અવતાર: મત્સ્ય, કૂર્મ, વારાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, બલદેવ, કૃષ્ણ, કલ્કિ (સ્રોત: વર્ષો પહેલાં કોઇ અખબારમાં વાંચીને ડાયરીમાં ટ...

रमल मुसम्मन मख़बून महज़ूफ़ अब्तर के कुछ उदाहरण

बहरे रमल मुसम्मन मख़बून महज़ूफ़ अब्तर: 2122 1122 1122 22 or 2122 1122 1122 112 (1) रश्क से नाम नहीं लेते कि सुन ले न कोई दिल ही दिल में उसे हम याद किया करते हैं                                                                                 इमाम बख़्श नासिख़ (2) सामने उस के न कहते मगर अब कहते हैं लज़्ज़त-ए-इश्क़ गई ग़ैर के मर जाने से                                                                   - अज्ञात (3) अब तो ख़ुद अपनी ज़रूरत भी नहीं है हम को वो भी दिन थे कि कभी तेरी ज़रूरत हम थे                                   ...

શબ્દગમ્મત: મર્સીડિઝ, મ્યાનમાર, લગ્ન

મર્સીડિઝ: ગઈકાલ સુધી જે એક ટંક ભોજનની ડિશ માટે બીજાની 'મર્સી' (દયા) પર જીવતાં હતાં એ હવે મર્સીડિઝ ગાડી ફેરવતા થઈ ગયા છે અથવા ગઈકાલ સુધી જે મર્સીડિઝ ગાડી ફેરવતાં હતાં એ હવે એક ટંક ભોજનની ડિશ માટે બીજાની 'મર્સી' (દયા) પર જીવતાં થઈ ગયા છે. મ્યાનમાર: હરીફ દ્વારા એવો 'માર' પડવો કે તલવાર 'મ્યાન' કરવા સિવાય કોઇ વિકલ્પ જ ન રહે! લગ્ન: એકથી વધુ છોકરીઓ પ્રત્યેની કામવાસનાનું માત્ર એક જ છોકરી પ્રત્યે કેન્દ્રીકરણ કરવામાં આવે તેને લગ્ન કહે છે.