Posts

Showing posts from July, 2015

કેટલાક સમાનતા ધરાવતા અશઆર

અલગ અલગ વિષયો પરના સમાન અશઆરનો સમૂહ લઈને ફરીથી હાજર થયો છું. ચાલો માણીએ: (1) માણસ સ્વયમ પોતાનું નડતર: 2010માં આવેલી હોલીવૂડની સાયકોથ્રિલર ફિલ્મ 'બ્લૅક સ્વાન'માં એક સંદેશ હતો: The only person standing in your way is you. આ વિચારનો પડઘો પાડતાં કેટલાંક શેર:  ક્યાંક શત્રુઓ નડ્યા છે, ક્યાંક મિત્રો પણ નડ્યા, જ્યાં કશું નડતર નહોતું ત્યાં નડ્યો છું હું મને! (ખલીલ ધનતેજવી) પંડે પનોતી થૈ ગયા ખુદને હવે નડીએ છીએ (અદમ ટંકારવી) જતાં ને આવતાં મારે જ રસ્તે, બની પથ્થર, હું પોતાને નડ્યો છું (શયદા) खुद है अपनी सफ़र की दुश्वारी अपने पैरों के आबले हैं हम (जावेद अख़्तर) (2) સીધી વાતને જટિલ બનાવવી: બક્ષીસાહેબ કહેતા કે સહેલું લખવું અઘરું છે, અઘરું લખવું સહેલું છે, પણ કેટલાંક લોકોને સરળ વાતને ગોળગોળ ફેરવીને અઘરી ભાષામાં રજૂ કર્યા વિના ચેન પડતું નથી. આ વાત વ્યક્ત કરતાં બે શેર: ક્યારેક સીધીસાદી સરળ વાત હોય પણ, ચિંતકના હાથમાં ચડી ચૂંથાઈ જાય છે (રઈશ મનીઆર) જગતના તત્ત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે, સરળ વાતો હું જ્યારે ચૂંથતા શીખી ગયો હોઈશ! (જલન મા...

बारिशों के मौसम में....

પાકિસ્તાનમાં કરાચી ખાતે રહેતાં એક બા-ઝોક (સહૃદયી) ફેસબુક મિત્ર સઈદ શાહિદ અલીની વૉલ પર વાંચેલી કોઇ અજ્ઞાત ઉર્દૂ શાયરની રચના બહુ પસંદ પડતા એનું હિન્દી લિપ્યંતરણ અને ગુજરાતી અનુવાદ રજૂ કરું છું: بارشوں کے موسم میں  تم کو یاد کرنے کی عادتیں پرانی ہیں اب کی بار سوچا ہے عادتیں بدل ڈالیں پھر خیال آیا کہ عادتیں بدلنے سے بارشیں نہیں رکتیں۔۔۔۔۔۔۔! [شاعر: نامعلوم] बारिशों के मौसम में तुमको याद करने की आदतें पुरानी हैं अब की बार सोचा है आदतें बदल डालें फिर ख़याल आया कि आदतें बदलने से बारिश नहीं रुकतीं! વરસાદની ઋતુમાં તને યાદ કરવાની આદત જૂની છે આ વખતે વિચાર્યું છે કે આ આદત બદલું, પછી વિચાર આવ્યો કે આદત બદલવાથી વરસાદ  કંઈ વરસતો અટકી જવાનો છે?

कुछ गुजराती अशआर के तरजुमें

हमारे गुजरात के कुछ बेहतरीन शायरों के अशआर के तरजुमें पेश करने जा रहा हूँ। (1)  હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ 'મરીઝ',  ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં                                                                    (મરીઝ) हो गुर्जरी की आड़ या उर्दू की ओ मरीज़ ग़ज़लें लिखी जाती हैं तो दिल की ज़बान में                                                                    (मरीज़) ہو گُرجری کی آڑ یا اردو کی او مریزؔ غزلیں لکھی جاتی ہیں تو دل کی زبان میں                                                   ...