પાકિસ્તાન: જિંદગી ચેનલથી દરિંદગી સુધી....
200થી વધારે બાળકો સાથે થયેલી જિન્સી જ્યાદતી (યૌન શોષણ)ના પાકિસ્તાનના ઇતિહાસના સૌથી ચકચારી ચાઈલ્ડ પૉર્નોગ્રાફી સ્કૅન્ડલથી આમ જનતામાં વ્યાપેલા આક્રોશના ઓછાયા વચ્ચે પડોસી દેશમાં 69મો યોમ-એ-આઝાદી શાયાન-ઓ-શાનથી મનાવાઈ રહ્યો છે ત્યારે જાતજાતના અટકચાળાંથી આપણો જીવ અધ્ધર રાખતા પડોસી દેશ વિશે વાત કરવી છે. એક તરફ દુશ્મનને એકલે હાથે રગદોળી નાખતી અતિશયોક્તિભરી ગદર બ્રાંડ કટ્ટરવાદી ફિલ્મો બને, તો બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે ઇતિહાદ બહાલ કરવાના મકસદથી માનવતાવાદી દ્રષ્ટિકોણ સાથેની બજરંગી ભાઈજાન જેવી ફિલ્મ પણ બને. એક તરફ સરબજીતને મુક્ત કરવાનું દબાણ વધતા જેલમાં જ એની કોટડીમાં ઢોરમાર મારીને એને ખતમ કરવામાં આવે અને બીજી તરફ ગીતા નામની કોઇ છોકરી ભૂલથી સરહદ ઓળંગી જતાં પાકિસ્તાની રેન્જર્સ એને કોઇ સામાજીક સંગઠનને સોંપવા જેટલી રહેમ પણ બતાવે ત્યારે પ્રશ્ન એ થાય કે પાકિસ્તાનનો કયો ચહેરો સાચો? શિદ્દતપસંદ કે અમનપસંદ? વિભાજન થયું ત્યારથી ભારત સાથેની સાંસ્કૃતિક સમાનતાઓના એકએક પદચિન્હને પોતાની સરજમીન પરથી ભૂંસવાની કવાયતમાં પાકિસ્તાને કોઇ કસર છોડી નથી. ભગવાન રામના પુત્રો લવ-કુશનો જન્મ લાહોર...