Posts

Showing posts from December, 2015

લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર (શિરીષ પંચાલ): ભાગ-1

ગુજરાતી વાચકોના પ્રિય નવલકથાકારોમાં મોખરાનું સ્થાન ધરાવતા સ્વ.અશ્વિની ભટ્ટના સર્જન વિશે ભાગ્યે જ કોઇ વિવેચકે કશું લખ્યું હશે. સુરેશ જોષીના શિષ્ય શિરીષ પંચાલના પુસ્તક "નવલકથા: સ્વરૂપ અને વૈવિધ્ય"માં "લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર" પ્રકરણ હેઠળ પહેલી વાર મને અશ્વિની ભટ્ટના સર્જન વિશેની વિવેચના વાંચવા મળી. આખો લેખ ખૂબ અભ્યાસપૂર્ણ અને વારંવાર વાંચવો ગમે એવો રસપ્રદ લાગતાં ત્રણ ભાગોમાં મારા બ્લૉગ પર મૂકી રહ્યો છું. ઓવર ટુ ધ આર્ટિકલ: સાહિત્ય વિવેચનની કેટલીક સંદિગ્ધ સંજ્ઞાઓમાંની એક સંજ્ઞા 'લોકપ્રિય સાહિત્ય'ની છે. લોકપ્રિયની અવેજીમાં લોકભોગ્ય, લોકાભિમુખ વગેરે સંજ્ઞાઓ પણ પ્રયોજવામાં આવે છે. એક જમાનામાં આ સંજ્ઞાઓ હકારાત્મક મૂલ્ય ધરાવતી હતી પરંતુ આજે એનું મૂલ્ય સાહિત્યવિવેચન સંદર્ભે હકારાત્મક નહીં પણ નકારાત્મક છે. જે કાળે કળા જીવનનો અનિવાર્ય અંશ હતી અથવા કહો કે જીવનનો વિસ્તાર હતી તે સમયે તો કળાના સંપર્ક વિના માનવી જીવી જ શકતો ન હતો, ત્યારે લોકપ્રિય કળા કે લોકપ્રિય સાહિત્ય જેવા શબ્દો સાવ અપ્રસ્તુત હોય એ સમજી શકાય. પરંતુ આજે જ્યારે સામાન્ય માનવી અને કળા વચ્ચે ખાસ્...