Posts

Showing posts from January, 2016

'નદી': ગઝલ વિશ્વમાં છપાયેલી મારી એક ગઝલ

Image
8 જાન્યુઆરી 2016ના રોજ એક જ દિવસ માટે સપ્તકના કાર્યક્રમમાં હાજરી આપવા જતી વખતે આણંદ-અમદાવાદ ઍક્સપ્રેસ વે પર ફોનથી શુભ સમાચાર મળ્યા: ગઝલ વિશ્વના નવા અંકમાં તમારી એક રચના છપાઈ છે. ફોન કરનારે આખી રચના વાંચી સંભળાવતા આનંદ થયો. 15 ફેબ્રુઆરી 2006ના રોજ નામચીન અર્વાચીન કૉલમિસ્ટ જય વસાવડાના 'સુડોકુ' વિશેના લેખના ટેઈલપીસમાં મારા નામે છપાયેલી બે પંક્તિઓ "લાગણી પણ એંઠવાડ થઈ શકે/ હદથી વધુ જો પીરસો પ્રેમ!" એ છાપે ચડવાનો પહેલવહેલો પ્રસંગ. એ પછી મરાઠી ભાષા નહીં બોલવાના મામલે જયા બચ્ચનની હળવી ટિપ્પણી પર શિવસેના અને બચ્ચન પરિવાર વચ્ચે બબાલ થઈ ત્યારે કાંતિ ભટ્ટે ભાષા વિશે એક લેખ લખ્યો હતો. એમાં ઈન્ટરનેટ પર સર્ચ રિઝલ્ટના આધારે ઘેરબેઠાં ભાષાંતરનું કામ કરતા અનુવાદકોમાં એમણે મારી પ્રોફાઈલ જોઈને કેટલાક અનુવાદકો સહિત મારો નામોલ્લેખ કરેલો. એ છાપે ચડવાનો બીજો પ્રસંગ. ચંદ્રકાંત બક્ષીના લખાણોમાંથી એમણે પ્રયોજેલા કેટલાક નૂતન હટકે શબ્દો અલગ તારવવાના કાર્ય માટે મૌલિકા દેરાસરીને મારા અંગત સંગ્રહમાંથી બક્ષીજીના પુસ્તકોનો સૅટ થોડા સમય પૂરતો આપ્યો એનો ઋણસ્વીકાર કરતો ઉલ્લેખ અભિયાનના એક અંકમાં આવેલો, જ...

વાચકોએ ન્યૂઝપેપરમાં શું વાંચવાનું? (રોહિત શાહ)

ગરવું ગૂર્જર સાહિત્યના ઑગસ્ટ 2014ના અંકમાં છપાયેલો રોહિત શાહનો લેખ: કોઇ પણ રાઈટર માટે અખબારી લેખન કરવું એ કાચા સૂતરના તાંતણા જોડીને બનાવેલી સીડી ઉપર ચઢીને આકાશ-આરોહણ કરવા જેટલું અઘરું કામ છે. દરરોજ લેખન માટે એક નવો ટૉપિક ખોળી કાઢવો અને પછી એ ટૉપિક વિશે નિર્ભિકપણે પોતાના વિચારો ઘૂંટવા એ કાંઈ જેવુંતેવું તપ નથી. વાચકો જે ન્યૂઝ કે જે ન્યૂઝસ્ટોરી ચા પીતાં પીતાં મોજથી વાંચે છે, એ ન્યૂઝ વાચક સુધી પહોંચાડવામાં પત્રકારે કેટકેટલાં કષ્ટ વેઠ્યાં હોય છે અને ભાગ્યે જ એને ખબર પડે છે. કૉલમ-રાઈટર અને પત્રકાર એવા રસોઈયા છે જે નિતનવી વાનગીઓ રાંધે છે. નવાઈની વાત એ છે કે એમની પાસે કોઇ રેડીમેડ રેસિપી નથી હોતી. જે કંઈ રૉ-મટિરિયલ મળી જાય એમાંથી સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી બનાવવી એ પત્રકાર અને કૉલમ-રાઈટરની માત્ર જવાબદારી જ નથી, કલા પણ છે. હજારો-લાખો વાચકોના ટેસ્ટ જુદા જુદા હોય, મૂડ જુદા હોય અને તેમની અપેક્ષાઓય અલગ હોય. એ સૌને સંતુષ્ટ કરવાનું દરેક વખતે શક્ય નથી રહેતું. ક્યારેક વાચકો વહાલ વરસાવે તો ક્યારેક આક્રોશ ઠાલવે. કૉલમ-રાઈટરની સતત કસોટી થતી રહે છે. વાચકને એક ફાયદો છે કે કોઇ કૉલમ ન ગમે તો બે-પાંચ ...

લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર (શિરીષ પંચાલ): ભાગ-2

ગુજરાતી ભાષામાં અત્યારે એમ તો ઘણા લોકપ્રિય નવલકથાકારો છે. આ બધાએ એ જોયું કે જો પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવી હોય તો તેમણે સતત લખવું પડે. દર અઠવાડિયે વર્તમાનપત્ર તો પઠાણી ઉઘરાણી કરીને પોતાનો હપ્તો ઉઘરાવવા ઊભું હોય એવા સંજોગોમાં નવલકથાકારે એટલું જોયું કે જે વાચકો માટે તે લખી રહ્યો છે તેમની સ્મરણશક્તિને મર્યાદા છે એટલે એક વખત નવલકથાનું જે માળખું તૈયાર કર્યું હોય તે જ માળખું બીજી નવલકથામાંથી વાપરવાથી કશું નુકસાન જવાનું નથી. આ વાત અમુક અંશે રોબર્ટ લુડલમની પાછલી નવલકથાઓને પણ લાગુ પડે છે. એ રીતે જ્યોર્જ સિમેનનને આપણે દાદ એટલા માટે આપવી પડે કે બસોઅઢીસો નવલકથાઓમાં પુનરાવર્તનનું તત્ત્વ નહિવત્ છે એવું તેના જાણકારો કહે છે. આપણા ગુજરાતી નવલકથાકારોમાં અશ્વિની ભટ્ટ સાવ જુદા તરી આવે છે. તેમને વરેલી લોકપ્રિયતા પાછળ કયાં કારણો રહેલાં છે? પશ્ચિમમાં નવલકથાકારને ઘણા બધા ખેલ કરવા પડતા હોય છે. જાહેરખબરો, અવલોકનો, મુલાકાતો, પત્રકારોને પાર્ટી વગેરે વગેરે. જ્યાં સુધી આ બધું ન થાય ત્યાં સુધી લોકપ્રિયતા વરતી નથી. 'વન હન્ડ્રેડ યર્સ ઑવ્ સોલિટ્યુડ'ના સર્જક ગેબ્રિયલ માર્ક્વેઝ જેવાને પણ આવું બધું કરવું પડતું ...

લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર (શિરીષ પંચાલ): ભાગ-3

અશ્વિની ભટ્ટની બીજી નવલકથા 'ઓથાર' (1984) બે ભાગમાં લખાયેલી છે. અહીં પૃષ્ઠભૂમાં હિંદુસ્તાનનો કંપની સરકાર સામેનો બળવો છે. આ નવલકથા પણ જાનોરના રાજકુમાર સેજલસિંહના મોઢે કહેવડાવી છે. આવા કથનકેન્દ્રને કારણે પણ વાચકોને ધરપત રહે કે નાયક છેલ્લે સુધી જીવતો રહેશે. લેખક આપણને સોસવાસો વરસ પહેલાંના જગતમાં ઘણીબધી રીતે લઈ જાય છે. દસ્તાવેજી વિગતો ઉપરનું પ્રભુત્વ પ્રશંસનીય કહી શકાય. પણ ભાષાને વાસ્તવિક બનાવવા માટે થોડી ઉર્દૂ છાંટ ઉમેરી છે. જ્હોન બાર્થ 'સોટવીડ ફેક્ટર'માં સો વર્ષ જૂની ભાષા પ્રયોજે છે, કદાચ આપણા વાચકોને નર્મદના સમયની ભાષા પ્રતિકૂળ આવે. એટલે એવું સાહસ અહીં કરવામાં આવ્યું નથી. અહીં નવલકથાના આરંભે સેજલસિંહની આગળ તેના પિતાની રહસ્યમય છબિ પ્રગટે છે. હિંદુસ્તાનના વિપ્લવમાં અંગ્રેજોને પડખે રહીને વિક્રમસિંહે દેશને દગો કર્યો હતો, સેજલસિંહ એ વિશે વધુ જાણવા માગે છે - પોતાનો રહસ્યમય નોકર ધાનોજી, માતા રાજેશ્વરી કે મંત્રી બાલીરામ કશું કહેવા તૈયાર નથી. જેવી રીતે મુંજાલ, મીનળદેવી જયદેવને અપરિપક્વ માનતા હતા તેવી જ રીતે અહીં પણ કોઇ સેજલસિંહને ગંભીરતાથી લેતું નથી. પણ પોતાની જાતને પ્રભાવક બ...