Posts

Showing posts from February, 2016

ચલતે ચલતે....બસ યૂં હી....

સતત બહુ કામ રહેતું હોય એવા સંજોગોમાં અચાનક એકાદ-બે દિવસોનો અવકાશ વચ્ચે આવી જાય ત્યારે ફાજલ સમયનો પ્રોડક્ટિવ ઉપયોગ કેમ કરવો એ સમજાતું નથી. એ સમયનો ઉપયોગ કરવાનો કોઇ મનસૂબો ઘડી કાઢીએ એ પહેલાં જ કામના બોજની આગામી બૅચ મેઈલબૉક્સમાં ટકોરા મારતી ઊભી રહી જાય છે અને વ્યસ્તતાની ઘટમાળ અને હાથમાંથી સરી ગયેલા અમૂલ્ય ફાજલ સમયનો યોગ્ય ઉપયોગ કરી ન શક્યાના અવસાદ વચ્ચે જીવન ઝોલા ખાતું રહે છે. ક્યારેક એવો વિચાર આવે કે કામમાંથી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સાહિત્યસર્જન, ચિંતન, મનન, બ્લૉગ લેખન અને સંગીત સાધનાને સંપૂર્ણ સમય આપી શકાતો હોય તો કેવું સારું?  ટ્વિંકલ ખન્નાના પુસ્તક 'મિસીસ ફનીબોન્સ'નો જય વસાવડાએ રવિવારના લેખમાં સરસ આસ્વાદ કરાવ્યો છે. નજીકના ક્રૉસવર્ડમાં જઈને પુસ્તક વિશે તપાસ કરીશ. સાચા દિલથી કોઇ પુસ્તકનો આસ્વાદ કરાવતા લેખકની કલમમાં એ બળ હોય છે કે એણે જે પુસ્તક વાંચવાનું સૂચન કર્યું હોય એના વિશે વાચકના મનમાં તરત ખરીદીને વાંચવાની તાલાવેલી જાગે. બાકી, તો જીએલએફ જેવા મહોત્સવોથી માંડીને રાજ્યભરમાં સેંકડો જગ્યાએ ફરી ફરીને બાપડો-બચાડો ગુજરાતી લેખક પ્રમોશનલ ટુર પછી ઈમોશનલ થઈને નિચોવાઈ જાય ત્યાર...