કૂતરાંઓની શિકારીવૃત્તિ ટ્રિગર થવાનાં કારણો
26 જુલાઈ 2023ના રોજ સવારે આશરે નવ-સવા નવનો સમય હશે. અચાનક દૂરથી એક ભૂંડની કારમી ચીસો સંભળાઈ. એંસીના દાયકામાં હું એક બાળક હતો ત્યારે ભૂંડ પકડનારા સરદારજીઓ અમારી સોસાયટીમાં આવતા એ સમયે ભૂંડની આવી ચીસો સંભળાતી. મને થયું કે હવે એવાં દૃશ્યો જોવા મળતાં નથી તો ભૂંડ આવી ચીસો કેમ પાડતું હશે ? હું ઘરના ઉપલા માળે હતો અને મારી પાછળ બીજી સોસાયટીમાં રહેતા એક પડોસીના ઘરની આસપાસથી અવાજ આવતો હોવાનું જણાયું. અગાસીમાં જઈને જોયું તો એ પડોસીના આંગણા સામે આવેલા ગીચ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં થોડી ચહલપહલ દેખાઈ. હું સમજી ગયો કે એ વિસ્તારનાં કૂતરાં આ ભૂંડને ફરી વળ્યાં લાગે છે. મારા અને એ પડોસીના ઘરની વચ્ચે મોટી દીવાલ કરાવી હોવાના કારણે ત્યાંથી હું સીધો જઈ શકું એમ નહોતો. ત્યાં સુધી પહોંચવા માટે મારે લગભગ 200થી 300 મીટર ફરીને જવું પડે એમ હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજીને હું તરત હાથમાં એક સ્ટમ્પ લઈને જ્યૂપિટર વાહન સ્ટાર્ટ કરીને એ જગ્યાએ પહોંચી ગયો. મારું વાહન ત્યાં પાર્ક કરીને ભૂંડને ફરી વળેલાં ચાર-પાંચ કૂતરાંઓને ભગાડ્યાં. હું પહોંચ્યો ત્યાં સુધીમાં અહીં એક ફોટામાં બતાવ્યા પ્રમાણે ભૂંડની ગરદનની જમણી બાજુએ કૂતરા...