Posts

Showing posts from January, 2024

સીમિત પ્રેમનું અસીમ ગીત (સુરેશ દલાલ)

કાળ વિખેરાઈ ગયો છે કેલેન્ડરની તારીખોમાં, ઘડિયાળના કાંટાઓમાં, પાઠ્યપુસ્તકોનાં પાનાંઓમાં. વિખેરાઈ ગયો છે કાળ લગ્નના રિસેપ્શન્સમાં. ક્યાંક જડ થઈને જકડાઈ ગયો છે રંગીન તસવીરોનાં આલબમોમાં. રેશનકાડર્ઝમાં અને ડાઈનિંગ ટેબલ પર કાળ ખવાઈ ગયો છે. કાળ ઑફિસની દીવાલોમાં ચણાઈ ગયો છે. કાળ ગજવામાં ગૂંગળાઈ ગયો છે. વહી જાય છે કાળ ચેકબુકની સહીમાં. કાળે ક્યારેક શાળાની રિસેસમાં પોતાનો નિર્દોષ ચહેરો બતાવ્યો હતો. હવે ક્યારેક એક અજાણ્યા હિલસ્ટેશન પર કાળ પ્રકટ થાય છે, પણ એનો તરડાયેલો ચહેરો જોયો જોવાતો નથી. કાળ ખોવાઈ ગયો છે મેળામાં બાળકની જેમ અથવા શહેરમાં પહેલી વાર આવેલા ગામડિયાની જેમ. કાળને શોધી આપનારને ઈનામ આપવા માટે મરણ ક્યારનું સાબદું થઈને બેઠું છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * માણસને જોઈએ છે શું? થોડોક પ્રેમ, પ્રેમને પ્રકટ કરતાં શબ્દો અને ચુંબનો, હાથમાં હાથ, કોઈનો સાથ, થોડાંક આંસુ, આછાં સ્મિત, પોતે છે એની હોવાપણાની પ્રતીતિ થાય એવું કામ, પોતાની સ્વીકૃતિ, દિવસનો ઉજાસ, રાતની આકૃતિ, સૂવા માટે પથારી, અઢેલવા માટે ઓ...

કોમલ નિષાદ દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો વિશે

ये लम्हे, ये पल हम बरसों याद करेंगे  ये मौसम चले गये तो हम फरियाद करेंगे વડોદરામાં કોમલ નિષાદ નામની એક સંસ્થા દ્વારા વર્ષમાંં ત્રણ-ચાર વખત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. કાર્યક્રમ સાંભળ્યા પછી ઘરે પાછા ફરતી વખતે મારી મન:સ્થિતિ ઉપરની લમ્હે ફિલ્મના આનંદ બક્ષીએ લખેલા ગીતની પંક્તિઓ જેવી થતી હોય છે. માત્ર લેટેસ્ટ કાર્યક્રમ નહિ, એના બે-ચાર વર્ષ પહેલાં સાંભળેલા ગાયન-વાદનના કલાકારોએ આપેલાંં પર્ફોર્મન્સની કેટલીક યાદગાર ક્ષણો મનમાં હંમેશાં ઘૂમરાયા કરે છે અને નવો કાર્યક્રમ ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોતો રહું છું. અલગ-અલગ કલાકારોએ ગાયેલી-વગાડેલી બંદિશો જ મનમાં આવ્યા કરે છે અને દિવસો સુધી કામમાં મન લાગતું નથી. મન કાયમ એ અલૌકિક વાતાવરણમાં પાછું જવા માટે ઝંખના કર્યા કરે છે.    કોમલ નિષાદ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં એવું શું ખાસ હોય છે એની આજે કેટલીક વાતો કરવી છે. અમદાવાદનો સપ્તક સંગીત સમારોહ  હોય કે કોલકતામાં આયોજિત ડોવરલેન મ્યૂઝિક કૉન્ફરન્સ હોય, આવાં ઘણાં સંંગીત સંમેલનોમાં ઘણી વખત પ્રમાણમાં નબળા કહેવાય એવા કલાકારો કોઈને કોઈ  રીતે લાગવગ લગાડીને ...