Posts

Showing posts from December, 2024

ઉસ્તાદ ઝાકિર હુસૈન: અરે હુઝૂર, ઉન્હેં સંગીત કા સરતાજ બોલિયે!

Image
કોરોનાકાળથી અત્યાર સુધીમાં આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલા શાસ્ત્રીય સંગીતના સિતારાઓમાં પંડિત રાજન મિશ્ર, પંડિત દેબૂ ચૌધરી, પ્રતીક ચૌધરી, પંડિત શુભાંકર બેનર્જી, પંડિત બિરજુ મહારાજ, પંડિત શિવકુમાર શર્મા, પંડિત ભજન સોપોરી, ઉસ્તાદ રાશિદ ખાન, વિદુષી પ્રભા અત્રે ઉપરાંત વધુ એક નામનો ઉમેરો થયો: ઉસ્તાદ ઝાકિર હુસૈન કુરેશી. (અમદાવાદમાં સપ્તકના સ્થાપક પંડિત નંદન મહેતાનાં પત્ની મંજુ મહેતા ઑગસ્ટ 2024માં અવસાન પામ્યાંં.) લાંબા સમય પહેલાં સપ્તકમાં ઝાકિરજીનો તબલા સોલોનો કાર્યક્રમ સાંભળવા ગયેલો ત્યારે મારી બાજુમાં બેઠેલા એક વડીલ કવિએ ઝાકિરજીને નિષ્પલક તાકી રહીને ટિપ્પણી કરેલી કે આ માણસમાં કંઈક તો છે! "આ માણસમાં કંઈક તો છે!" એ પ્રકારના X-factorની મને ઝાકિરજી સિવાયના બીજા એક તબલાવાદકમાં ઝલક દેખાઈ હોય તો એ હતા દિલ્હી ઘરાનાના તબલાવાદક ઉસ્તાદ શફાત અહેમદ ખાન. પણ જેમ અત્યંત પ્રતિભાશાળી સિતારવાદક પંડિત નિખિલ બેનર્જી 55 વર્ષની વયે દુનિયા છોડી ગયા એમ શફાત અહેમદ ખાન 51 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા. ज़माना बड़े शौक़ से सुन रहा था/ हमीं सो गए दास्ताँ कहते कहते... સાકિબ લખનવીનો આ શેર અકાળે અસ્ત પામી ગયેલા આ બે કલાક...

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો

બરવા એ સાંજનો દેસી રાગ છે. ગૌડ સારંગ એ બપોરનો બિહાગ છે. દેશકર એ સવારનો ભૂપાલી છે. માલકૌંસમાં કોમળ નિષાદને શુદ્ધ કરવાથી ચંદ્રકૌંસ મળે છે. ચંદ્રકૌંસમાં રિષભ ઉમેરતાં કૌશિક રંજની નામનો રાગ મળે છે. કોઈપણ રાગ કૌંસ તરીકે ક્વૉલિફાઇ થઈ શકે તે માટે એ રાગમાં રિષભ વર્જિત હોવો ફરજિયાત છે, જેમકે માલકૌંસ ચંદ્રકૌંસ, જોગકૌંસ, ભાવકૌંસ. ભાવકૌંસ રાગને પંચમ, ભિન્ન ષડજ, હિંડોલી અને કૌશિકધ્વનિ પણ કહેવામાં આવે છે. માત્ર એક નિષાદના ફરકથી પટદીપ અને ભીમપલાસી રાગો એકબીજાથી બહુ અલગ પડી જાય છે. પટદીપમાં ધૈવત પડતો મૂકવાથી મધુરંજની નામનો રાગ મળે છે. દેશકરમાં રિષભ અને ધૈવતને કોમળ કરવાથી વિભાસ રાગ મળે છે. દુર્ગામાં રિષભ અને ધૈવતને કોમળ કરવાથી ગુણકલી રાગ મળે છે. સા, ગ અને પ એમ માત્ર ત્રણ સૂરો ધરાવતો દુર્લભ અને ગાવામાં અત્યંત કઠિન એવો માલશ્રી રાગ છે. મારુ બિહાગમાં કોમળ નિષાદનો ઉપયોગ કરવાથી વાચસ્પતિ રાગ મળે છે. ચંપાકલી અને વાચસ્પતિમાં એક જેવા સૂરો લાગે છે. ફરક એટલો છે કે ચંપાકલીમાં અવરોહમાં ગાંધાર અને વાચસ્પતિમાં અવરોહમાં રિષભ પર વધારે ભાર મૂકવામાં આવે છે. દેશકર અને ભૂપાલીના સૂરો સમાન છે પરંતુ દેશકરમાં શુદ્ધ ધૈવત પર વ...