અમે પાકા મકાનમાં રહેતાં કાચા કાનના લોકો...

અમે પાકા મકાનમાં રહેતાં કાચા કાનના લોકો...

અમે પાકા મકાનમાં રહેતાં અધકચરા વિચારવાળા લોકો...

અમે પાકા મકાનમાં પાકી ગણત્રીઓ કરનારા લોકો...

અમે પાકા મકાનમાં કાચા ફળોને ઘાસમાં પકવતા લોકો...

અમે પાકા મકાનમાં એકબીજાને કાચા ને કાચા ખાઈ જતાં લોકો...

અમે પાકા મકાનમાં કાચ જેવી પળે કાચી સેકંડે નિર્ણય લઈ લેતાં લોકો..

અમે પાકા મકાનમાં ઉપરથી ચકચકાટ અને અંદરથી કચકચાટના લોકો...

અમે પાકા મકાનમાં કાચુંપાકું ખાઈ લેનારા કાચાંપોચાં લોકો...

અમે પાકા મકાનમાં સાચુંખોટું માપનારા ને કાચું કાપનારા લોકો...


અમે પાકા મકાન બનાવીને સંબંધોને જમીનદોસ્ત કરતાં લોકો...

અમે પાકા મકાનમાં કાપાકાપ કરનારા લોકો...

અમારા પાકા મકાનનું નામ છે BBC... 

ના, British Broadcasting Corporation નહીં પરંતુ

Bitching and Bickering Corporation !!

Comments

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો