Posts

Showing posts from October, 2014

કોશિશ કરી સૂવા ઘણી નીંદર છતાં આવે નહીં (નેહલ મહેતા)

કોશિશ  કરી  સૂવા  ઘણી  નીંદર છતાં આવે નહીં,  બીમાર  મનને  સ્વપ્ન  કો'  કેમે  કરી  ભાવે  નહીં. કડવાશ ફેલાતી ભલે જીવન તણાં આ પાત્રમાં,  મધુરસ યદિ આપે મને તો ખાસ કૈં ભાવે નહીં.  છૂપું  હશે  એમાં  પ્રયોજન  રત્નનાં  નિર્માણનું,  કારણ વિના કો' દી અગન આંચે મને તાવે નહીં.  રાખ્યો  સલામત  રામજીએ આપદામાં પણ મને,  એની   કૃપાથી  કો'  મને  ચાખે  નહીં  ચાવે  નહીં. હો  શક્ય  તો  ગવડાવ  મારા  ગીત કંઠે અન્યના,  પીડા  સ્વયમ  મારી જ  આ ગાતાં મને ફાવે  નહીં. (નેહલ મહેતા)

કસરત : શરીરનો કસ કાઢવામાં રત રહેવાની ક્રિયા

અશ્વગધ્ધા: અશ્વ જેવી દોડવાની શક્તિ અને ગધેડાની જેમ લાત મારવાની શક્તિ આપતી દવા. અશ્વગંધાનું સુધારેલું સંસ્કરણ છે. ઑક્સિમોરોન (Oxymoron): જે મોરોન (મૂર્ખ વ્યક્તિ)ને બુદ્ધિના ઑક્સિજનની જરૂર હોય તેને ઑક્સિમોરોન કહે છે. કસરત: બૉડીબિલ્ડર બનવા માટે   શરીરનો કસ કાઢવામાં રત રહેવાની ક્રિયા. જીમના સંચાલકો ઊંચી ફી વસૂલીને મૅમ્બરનો કસ કાઢવામાં રત હોય છે. ઘેરસમજ: ગેરસમજ કરતાં અલગ પરિસ્થિતિ છે. અતાર્કિક ફિલ્મો કે કળાકૃતિઓમાંથી પસાર થતી વખતે સમજ ઘેર ગિરવે મૂકી દેવી પડે તેને ઘેરસમજ કહે છે. ચોરપર્સન: કોઈ કંપનીના વડા કે અધ્યક્ષને ચેરપર્સન કહેવાય તો ચોરી કરતી વ્યક્તિને ચોરપર્સન કહેવાય? જનરેશન: જન એટલે કે લોકોને આપવામાં આવતું રેશન. ઝપ્પીદાસ: જાદુની ઝપ્પી આપવાની શોખીન વ્યક્તિ. ટ્રાન્સલેશન (Translation): બાળક સ્કૂલનું લેસન કરતી વખતે ટ્રાન્સ (Trance: સમાધિ)માં આવી જાય તેને ટ્રાન્સલેશન કહે છે. દિગ્ગજ: કોઈપણ વિષયમાં   ઊંડું ડિગ (dig) કરવામાં, ખોદવામાં જેનો ગજ વાગતો હોય તેવી વ્યક્તિ.   નાજનીન:  મૃત્યુ પછી જેના જનીન સાચવી રાખવાનું મન થાય એવી અત્યંત ખૂબસૂરત સ્...

મોનો ઈમેજ કાવ્યો ભાગ-3

(1) મફત ભેટસોગાદો માટે અંગ્રેજી મેગેઝિનોના લવાજમ  ભરતો એક વાચક પોતે અંગ્રેજીમાં લખવાના વિચારો કરવા લાગ્યો (2) જાણીતા પણ અણગમતાં મહેમાનો જેવી બીમારી 5-7 દિવસ શરીરમાં રહીને ચાલી જાય છે (3) થોર એટલે ગુલાબના અંગરક્ષક બનવા માટે ઘસીને ના પાડી દેવા બદલ રણમાં તડીપાર થવાની સજા ભોગવતો છોડ! (4) સમુદ્રના કિનારા પર છીપલામાંથી મળી આવી છે મત્સ્યકન્યાની વપરાયેલી નેઈલ પૉલિશ અને લિપસ્ટિક (5) ફિલ્મની હિરોઈન પર સ્નાનનું દ્રશ્ય ફિલ્માવવામાં આવે ત્યારે સ્નાનાગાર  પણ બની જાય પ્રેક્ષાગાર! (6) ઉપયોગી અને જરૂરી ઈ-મેઈલ્સ ક્યારેક સ્પામ ફોલ્ડરમાં ચાલ્યા જાય એમ એની શક્તિઓ ખોટા માર્ગે વેડફાઈ રહી છે (7) વૃક્ષને કોઈ ભેટવા આવતું નથી એટલે પાસે ઊભેલાં બીજા વૃક્ષના જમીનમાં ઊંડા ઉતરેલાં મૂળિયાં સાથે પોતાના મૂળિયાંથી એ શેક હેન્ડ કરે છે (8) સવારથી સાંજ સુધી મંદિરમાં દર્શનાર્થીઓ આવીને કરે ઘંટનાદ મંદિર બંધ થતાં પૂજારી બની જાય ઘંટ ! (9) એક અણઘડ માછલી દરિયામાં પરસેવો પાડીને તરતા શીખવાની તાલીમ લઈ રહી છે ...

થોડાં વધુ મનમોજી મોનો-ઈમેજ કાવ્યો

(1) એવી રીતે એણે  મારો ફોન કાપી નાંખ્યો જાણે આપઘાત કરવા માટે કોઈ ધોરી નસ કાપે! (2) રાત્રે મારેલા ઉંદરને સવારે આવેલા તાજા દૂધમાં ક્રશ કરી એક બિલાડી પીએ છે નૉન વેજ થિક શેક ! (3) દુકાનદારો, કારીગરો બધાને જરૂરી રકમ ચૂકવાઈ ગઈ દિવાળી પહેલાં જ મારું ભારેખમ  પાકીટ ડાયેટિંગ કરીને સ્લિમ થયું (4) ધનતેરસે ધનતરસ્યું પાકીટ પોતાની ભૂખ તરસ ભાંગવા મારી પાસે ATMમાંથી કડકડતી નોટો કઢાવે (5) આઈટમ નંબર કરવા વલવલતી રાખી સાવંતની જેમ એક નવોદિત પોતાનું પુસ્તક છપાવવા  વલખાં મારી રહ્યો છે! (6) કાળની કબરમાં દટાયેલી કૃતિને ખોદી કાઢીને ઘોરખોદિયા જેવા વિવેચકો આવી પહોંચ્યા છે વિવેચન કરવા! (7) એક કાગળ બિલોરી કાચને દોસ્ત માનીને ઝીલે છે સૂર્યને નાના ટપકાં તરીકે અને બળીને ખાખ થઈ જવાની સજા મેળવે છે (8) અરેન્જ્ડ મેરેજ એટલે  સમય થતાં પ્રતીક્ષાના ઝાડ  નીચે બેઠાં બેઠાં ઝોળીમાં  આપોઆપ આવી પડેલું  પક્વ ફળ  અને  લવ મેરેજ એટલે  નિયમો અને પરિણામોની  ચિંતા કર્યા વગ...

મનમોજી ઉપ્સ....મોનો-ઈમેજ કાવ્યો

ડૉ. મધુભાઈ કોઠારી લિખિત આધુનિક કવિતાનો ચહેરો  પુસ્તક હમણાં વાંચવાનું ચાલે છે. એમાં મોનો ઈમેજ કહેવાતાં અને છંદના બંધનથી મુક્ત પાંચ-છ કડીનાં લઘુકાવ્યો વિશે વાંચવાની મોજ પડી. મોનો ઈમેજ કાવ્યોનું સ્ટ્રક્ચર જોતાં એ બૃહદ હાઈકુ અથવા મિનિ અછાંદસ કાવ્ય જેવું લાગે. ગુજરાતીમાં મધુ કોઠારી, રમેશ આચાર્ય, હસમુખ પટેલ, આનંદ મહેતા, ગિરીન જોષી, ભાનુપ્રસાદ પંડ્યા, મફત ઓઝા, આશિત હૈદરાબાદી વગેરે કવિઓએ મોનો ઈમેજ કાવ્યોના અસરકારક પ્રયોગો કર્યા છે. મોનો ઈમેજ કાવ્યોને સમજવા માટે પુસ્તકમાંથી એક પરિચ્છેદ ઉદ્ધૃત કરું છું: હાઈકુની જેમ મોનો-ઈમેજમાં પણ લાઘવ ઉપર ભાર મૂકાય છે. મોનો-ઈમેજ અછાંદસમાં ઢળાતું હોવાથી કવિ અનિયંત્રિત બની જાય તેવો સંભવ બહુ રહે છે. તેથી સામાન્ય રીતે 5થી 6 કંડિકાઓમાં મોનો-ઈમેજ કાવ્ય રચવાનો ઉપક્રમ હોય છે. હાઈકુની જેમ મોનો-ઈમેજમાં પણ ચિત્રાત્મક શબ્દાવલિ હોય છે. જો કે મોનો-ઈમેજમાં માત્ર દ્રશ્ય-કલ્પનો જ નથી હોતાં, શ્રવણ અને ત્વક્ કલ્પનો પણ હોય છે. દા.ત. માછલી, વૃક્ષ, ફૂલ, મૃગજળ, સૂર્ય વગેરે દ્રશ્યકલ્પનો પર મોનો ઈમેજ રચાયાં છે. તો બરફ, થોર, તડકો જેવા ત્વચાને લગતા મોનો ઈમેજ પણ રચાયાં છે. કવ...

"હું, ચંદ્રકાંત બક્ષી" રિટર્ન્સ !

12 ઑક્ટોબર 2014નાં રોજ માદરવતન આણંદમાં ધીરજલાલ શાહ ટાઉનહૉલ ખાતે "હું, ચંદ્રકાંત બક્ષી" નાટકનું મંચન થઈ ગયું. 'બે યાર' ફિલ્મને કારણે પ્રતીક ગાંધીની ખ્યાતિ સર્વત્ર પ્રસરી છે અને હાલમાં આ ફિલ્મ હજી આણંદ આઈનોક્સમાં ચાલી રહી છે એના એક એડવાન્ટેજના કારણે આણંદ જેવા પ્રમાણમાં બિનસાહિત્યિક અને બિનકલાત્મક સ્થળે 270 લોકો નાટક જોવા આવ્યા એ સંપૂર્ણ નહીં તોયે સારી એવી સફળતા ગણી શકાય. એકાદ મહિના અગાઉ જાહેરાત થઈ કે તરત પહેલવહેલું બૂકિંગ મારા તરફથી જ આવ્યું. ટાઉનહૉલમાં ઠીકઠીક કહી શકાય એટલાં કાર્યક્રમો જોયા છે. અહીં કે.લાલનો સુપર હાઉસફુલ શો જોયો હતો જેમાં ટિકિટ ન મળતાં એક મિત્રને વીલે મોઢે પાછું જવું પડ્યું હતું. અહીં મંગલ જાદુગરનો શો પણ જોયો હતો. મંગલનું પ્રભાવશાળી પરફોર્મન્સ અને ઈમેજ હજી નજર સામે તરવરે છે. અહીં યુથ ફેસ્ટિવલની નાચ-ગાનની ઍક્ટ જોઈ હતી, અહીં 2001ના ભૂકંપ બાદ યોજાયેલ પુરુષોત્તમ ઉપાધ્યાયનો કાર્યક્રમ માણ્યો હતો અને અહીં દામોદાર રામદાસી અભિનિત 'યોદ્ધા સંન્યાસી વિવેકાનંદ' એકાંકી નાટક જોયું હતું. 'વાણિયા પ્રભુના ભાણિયા' જેવા નપાણિયા નાટકો પણ ટાઉનહૉલમાં ...

નિસર્ગલીલા અનંત : જયેન્દ્ર ત્રિવેદીનો સંસ્મરણાત્મક નિબંધ સંગ્રહ

Image
આ બ્લૉગ નિયમિત વાંચતા હશો તો 14 સપ્ટેમ્બર 2014નાં રોજ સૌરભ શાહના નિબંધ સંગ્રહો વિશે એક પોસ્ટ લખી હતી એમાં જયેન્દ્ર ત્રિવેદીના સંસ્મરણાત્મક નિબંધ સંગ્રહ નિસર્ગલીલા અનંતની એમણે કરેલી પ્રશંસાનો ઉલ્લેખ હતો અને એ મંગાવવા માટેની લિંક આપી હતી એ યાદ હશે. એકાદ મહિના પહેલાં મંગાવેલો આ સંગ્રહ આજે સવારે વહેલા જાગીને વાંચ્યો અને બપોર સુધીમાં પૂરો કર્યો. સૌપ્રથમ તો આવા અદભુત પુસ્તકનો રેફરન્સ આપવા બદલ સૌરભ શાહનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. ભાવનગરમાં આંબાવાડી વિસ્તારમાં પંદરસો વારના જમીનના ટુકડા પર આવેલા લેખકના મકાનનું નામ 'નિસર્ગ' છે અને નિસર્ગલીલા અનંત એટલે આ નૈસર્ગિક આવાસના આસપાસના વાતાવરણ સાથેના ચૈતસિક સંબંધની અનુભૂતિ કરાવતું અને વાચનના દરેક રસિકે અચૂકપણે વાંચવા જેવું પુસ્તક. નેવુંના દાયકામાં નવનીત સમર્પણમાં આ લેખશ્રેણી પ્રકાશિત થઈ હતી.  નિસર્ગલીલા અનંતમાં શું છે? અહીં ખિસકોલી બહેન સાથે કોબ્રાલાલનું સહઅસ્તિત્વ છે, પર્ણો અને વૃક્ષ વચ્ચેનો સંવાદ છે, ચુસ્ત નાઝી સૈનિક સાથે સરખાવવામાં આવેલા મંકોડા છે, વીંછી કરડ્યાની વેદનાનું રોચક વર્ણન છે, કીડીઓ પર એક મસ્ત વિસ્તારપૂર્વકનું પ્રકરણ છે, વન...

હાફ ગર્લફ્રેન્ડ - ફુલ સેટિસ્ફેક્શન !!

Image
છેલ્લે કોઈ કળાકૃતિમાંથી પસાર થયા બાદ ધ્રુસકે ને ધ્રુસકે રડવાનું બન્યું હોય એ ફિલ્મ "પાનસિંહ તોમર" હતી. ઘણાં સમય બાદ આ જ અનુભૂતિ ચેતન ભગતની લેટેસ્ટ નવલકથા "હાફ ગર્લફ્રેન્ડ"માંથી પસાર થતાં થઈ. આપણે ત્યાં અર્ધાંગિનીનો કન્સેપ્ટ છે પણ હાફ ગર્લફ્રેન્ડનો નવતર કન્સેપ્ટ ચેતન ભગત પહેલી વાર લાવ્યા છે. પૂરી ગર્લફ્રેંન્ડ મેળવતાં ઘણાંને "હાંફ" ચડી જાય છે. અહીં હાફની વાત છે. હાફ ગર્લફ્રેન્ડ એટલે પૂરેપૂરા કમિટમેન્ટ વિના, અધકચરા દિલથી, કોઈ સ્યૉરિટી વિના અનિશ્ચિતતા અને મૂંઝવણ વચ્ચે ઝોલા ખાતી અને ખવડાવતી ગર્લફ્રેન્ડ એવો અર્થ કરી શકાય. ટાઈટલ પહેલી નજરે જેટલું ચીપ લાગેલું એનાથી અનેકગણું ઊંડાણ વાર્તામાંથી પસાર થતાં અનુભવાયું. શુક્રવારે સવારે શરૂ કરેલી નવલકથા આજે શનિવારે મોડી રાત્રે પૂરી કરી. બક્ષી કહેતા કે વાચક બોરીવલીથી મોંમાં પાન મૂકીને ટ્રેનમાં નૉવેલ શરૂ કરે અને ચર્ચગેટ ઉપર નૉવેલ પૂરી થાય ત્યારે પાન પૂરું થાય તેને 'નૉવેલ' કહેવાય ! જો કે, ચેતન ભગતની નૉવેલ એટલી ઝડપથી પૂરી થઈ શકે એમ ન હોઈ પાનનાં એકથી વધારે બીડાં સ્ટૉકમાં હાજર રાખવા પડે અને પછી નૉવેલ પૂરી કરવાનું બીડું ...