એક હાથમાં દરિયો ને એક હાથમાં હોડી (જયેન્દ્ર શેખડીવાળા)

એક હાથમાં દરિયો ને એક હાથમાં હોડી
એક કાનમાં સારંગ વાગે, એક કાનમાં તોડી

સરગમનાં સાતે પગલામાં તારું હોવું હોય
આલાપોના શ્વાસની વચ્ચે એમ થઈ તું છોડી

ધ્રુપદ આંખમાં હોયે તારી, મનમાં જયજયવંતી
તાલ બધાયે મારા ઘૂમે લયને રે તરછોડી

સાથ રહે જો સ્વર તો જાગે સૂરના ભેદ અપારા
સ્વરની સાથે સૂર ન હોય તો એની કિંમત કોડી

આ બેઉ કિનારે છલકતી મોસમની વચ્ચે આજે
આવ, તને સાથે જોડું નવી તરજ કોઇ જોડી
                                                                - જયેન્દ્ર શેખડીવાળા

Comments

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો

બ્લૉગનું નામ બદલીને 'उधार की ज़िंदगी' કેમ કર્યું?