Posts

Showing posts from June, 2022

વલ્લભ વિદ્યાનગરમાં મરીઝ વિશે સૌમ્ય જોશીનું એક પ્રવચન

Image
23 જૂન 2022ના રોજ સાંજે સાત વાગ્યે વલ્લભ વિદ્યાનગરમાં કરિયર ડૅવલપમેન્ટ સેન્ટર (CDC) ખાતે ખ્યાતનામ ગુજરાતી ગઝલકાર મરીઝ વિશે સૌમ્ય જોશીનું પ્રવચન યોજાઈ ગયું. પદ્યપરબ વલ્લભ વિદ્યાનગરના ઉપક્રમે ચાલતી અખ્ખરની પરકમ્માના છઠ્ઠા પડાવ પર જાણીતા નાટ્યકાર અને કવિ સૌમ્ય જોશીએ "તારા 'મરીઝ', કેવા અજબ રંગઢંગ છે" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન ગુજરાતના સુપ્રસિદ્ધ શાયર મરીઝના જીવન-કવનને જાણવા-માણવાનો વિશિષ્ટ ઉપક્રમ હતું. આ પ્રવચનની વિડીયો લિંક ફેસબૂક પર મુકાઈ છે એટલે લગભગ એકાદ કલાકનું આખું પ્રવચન અને એ પછી થયેલ પ્રશ્નોત્તરીનું રેકૉર્ડિંગ જોઈ શકાશે, પણ પ્રવચનમાં સૌમ્ય જોશીએ મરીઝ વિશે કહેલો એક કિસ્સો વિશેષ સ્પર્શી ગયો. એક વખત મરીઝનો કોઈ ઉમદા શેર સાંભળીને ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય એટલા બધા ખુશ થઈ ગયા અને કહ્યું કે, "મરીઝ, તમારા આ શેર પર તો મારું આગળનું જે જીવન છે એ તમને લાગી જાય એવી દુઆ કરું!" મરીઝે પોતાની રમૂજશક્તિનો પરચો આપતાં કહ્યું, "પણ તમારું આગળનું જીવન કષ્ટદાયક હોય તો?" 😃 ખેર, આખું પ્રવચન આ લિંક પરથી સાંભળી શકાશે: મરીઝ વિશે સૌમ્ય જોશીના વ્યાખ્યાનનો વ...

શાસ્ત્રીય સંંગીતના રાગો ઓળખવામાં ક્યારેક થતી ભૂલો

 મને શાસ્ત્રીય સંગીતમાં ઊંડો રસ છે અને ઘણા રાગો એવા છે જેના સૂરો કોઈ કલાકાર છેડવાની શરૂઆત કરે કે તરત એ રાગ ઓળખી જતો હોઉં છું અને ઘણાખરા રાગ વિશેનાં મારાં અનુમાન સાચાં પડતાં હોય છે. છતાં, ક્યારેક અમુક રાગમાં એટલો ખોવાઈ ગયો હોઉં કે એ રાગ ગાયા પછી ગાયક બીજો જ રાગ તરત શરૂ કરી દે ત્યારે આ અચાનક થતા switch overને કારણે રાગ ઓળખવામાં તકલીફ પડતી હોય છે. 2013માં મુંબઈમાં હૃદયેશ ફૅસ્ટિવલમાં હું ઉસ્તાદ અમજદ અલી ખાનનું સરોદવાદન સાંભળવા ગયો હતો ત્યારે આવું થયું હતું. એમણે કાર્યક્રમની શરૂઆતમાં જાહેરાત કરી કે હું બૈરાગીનો આલાપ, જોડ અને ઝાલા વગાડીશ જ્યારે ગતમાં આહિર ભૈરવ વગાડીશ. ગત એ એવો ભાગ છે  જેમાં તબલાવાદક સાથે સંગત કરે છે, જ્યારે આલાપ, જોડ, ઝાલામાં તબલાં વાગતાં નથી. એમણે બૈરાગી વગાડ્યો, એ  રાગની અસરમાં મન એટલું  ડૂબી ગયું કે એના પછી આહિર ભૈરવ શરૂ કર્યો ત્યારે ધ્યાન જ  ન રહ્યું કે આ બીજો રાગ પણ એમણે રજૂ કર્યો હતો. હમણાં વડોદરામાં 10 ઍપ્રિલ 2022ના રોજ પંડિત રાજન-સાજન મિશ્રાના શિષ્યો પ્રભાકર અને દિવાકર કશ્યપ ઉર્ફે કશ્યપ બંધુઓએ લગભગ ચાળીસ મિનિટ સુધી દેસી રાગ ગાયો અને ત્યારબાદ બ...

પંડિત ભજન સોપોરી (1948-2022)

 3 જૂન 2022ના રોજ 73 વર્ષની ઉંમરે સંતૂરવાદક પંડિત ભજન સોપોરીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. કાશ્મીર ખીણના સોપોર વિસ્તારમાં પંડિતજીનો જન્મ થયો હતો, એના આધારે એમની સોપોરી અટક આવી. આજથી લગભગ બારેક વર્ષ પહેલાં વલ્લભ વિદ્યાનગરના ભૌતિકશાસ્ત્ર વિભાગના ઑડિટોરિયમમાં પંડિતજીનો કાર્યક્રમ થયો હતો ત્યારે મેં એમાં હાજરી આપી હતી. એ કાર્યક્રમમાંં પંડિતજીએ કૌંસી કાનડા નામનો રાગ વગાડ્યો હતો અને તબલા પર દુર્જોય ભૌમિકે સંગત કરી હતી. પંડિતજીએ શ્રોતાઓને પણ  પોતાની સાથે ગાવામાં સામેલ કર્યા હતા. કાર્યક્રમના અંતે શ્રોતાઓ સાથે સવાલ-જવાબનું સત્ર રખાયું હતું એમાં રિયાઝ કેવી રીતે કરવો જોઈએ એ વિશેના પ્રશ્નના જવાબમાં પંડિતજીએ કહ્યું હતું કે રિયાઝ માટે ત્રણ બાબતો જરૂરી છે: અગન, મગન અને લગન! સંતૂરના તાર ખેંચીને ગાયકી અંગ દર્શાવવાની તરકીબ માટે પંડિત ભજન સોપોરી જાણીતા હતા. આ બાબતે અસંમતિ વ્યક્ત કરતા પંડિત શિવકુમાર શર્માએ એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલું કે સંતૂર પર ગાયકી અંગ દર્શાવવું હોય તો તે માત્ર સંતૂરની પોતાની પ્લેયિંગ ટૅકનિકથી જ કરવું જોઈએ. સંતૂરના તારને ખેંચીને ગાયકી અંગ દર્શાવવાની જે ટૅકનિક...

બાહ્યજીવન સાથે અંતરમાં પણ ડોકિયું તો મારો! (ડૉ. સર્વેશ વોરા)

અન્તર્યાત્રા - ડૉ.સર્વેશ પ્ર. વોરા અંધેરીના ભવન્સ કેમ્પસની હોસ્ટેલમાં રહેતા ત્યારે એક વાર કવિ નામવરે રાત્રે સાથે ફરતાં ફરતાં જ એમને પોતાની એક રચનાનો મુખડો સ્ફુરેલો: ''હિરના મન કે સાથ બડી મજબૂરી હૈ ચેહરા ચેહરા ખોજ રહા કસ્તુરી હૈ !'' જોકે આ અંદર ઊતરવાનાં વલણની વાત કોઈ બધાંને કામ આવી જાય એવો કે માથું દૂખતું મટાડવાની તૈયાર પડીકી કે ગોળી જેવો નુસખો નથી. આપણે ત્યાં દુકાનમાં મળતાં મંગળસૂત્ર કે તાવિજ જેમ જીવનની તમામ બાબતો પર ભારે ઠાવકાં સૂત્રો ટકે શેર ભાજી જેમ ફેંકાતાં ફરતાં હોય છે. હા, આવાં જીવનને પાયાની અસર કરતાં સૂત્રોનો મૂળ કર્તા ખૂબ ઉમદા હેતુથી પોતાની જાત અનુભૂતિથી પ્રેરાઈને જ કહેતો હોય અને જિન્દગીની સરાણે ચડે એટલે ચકમકના પત્થર જેમ ચમકીને, અંધારામાં અજવાળું કરે ! દાખલા તરીકે આપણામાંના મોટા ભાગનાને, આપણા માનવ સંબંધો બાબત ખૂબ ફરિયાદો હોય છે. બે સલાહો અપાતી હોયઃ પેલી વ્યક્તિની જગ્યાએ જાત ને મૂકી જુઓ, અને બીજી સલાહ: અન્યને બદલવા કરતાં જાતને બદલો. આ બન્ને સલાહો છે તો સો ટચનાં સોના જેવી ! પણ મોટે ભાગે અન્યની જગ્યાએ જાતને મૂકવાનું શક્ય નથી હોતું. બધાંના રસ્તા સમાન્તર (પેરેલલ) હોય...

સંજોગો વિકટ હોય ત્યારે પણ હસતા કેમ રહેવું? (ચંદ્રકાંત મહેતા, ગુફતેગો, શતદલ પૂર્તિ, ગુજરાત સમાચાર, 1 જૂન 2022)

  સંજોગો વિકટ હોય ત્યારે પણ હસતા કેમ રહેવું? પ્રશ્નકર્તા: ગુલાબ હિંડોચા, માણાવડવાળા, તા. રાણાવાવ, જિ. પોરબંદર (સૌરાષ્ટ્ર) જિંદગી પરિવર્તનથી બંધાએલી ઘટના છે. ધાર્યું થઈ પણ શકે અને ન પણ થાય. ધાર્યું થાય ત્યારે માણસ પ્રસન્ન રહે છે અને પોતાની આકાંક્ષા કે અપેક્ષાથી વિપરીત થાય ત્યારે એ હતાશ-નિરાશ, ઉદાસ કે રુદનકર્તા પણ થઈ જાય છે. દેવ હોય કે દાનવ આફતોનો સામનો દરેકે કરવો પડયો છે: સંજોગ એટલે પરિસ્થિતિ. સંજોગને દૈવયોગ તરીકે પણ ઘટાવવામાં આવે છે. આફત, આપત્તિ, વિપત્તિ વગેરે જીવનની અગ્નિ-કસોટીઓ છે, જે તમે ધારો તેમ નિવારી ન પણ શકો. એવી પરિસ્થિતિમાં હળવા રહેવા માટે આત્મવિશ્વાસ, આત્મબળ અને આધ્યાત્મિક મનોવૃત્તિ મદદરૂપ બને છે. 'વિપત પડે નવ વલખીઓ વલખે વિપત્ત ન જાય' એ મહાન સત્ય છે. જેમ આકાશમાં વાદળો વિખરાઈ જાય છે તેમ આફત પણ જતી રહેવાની જ છે, એવી આત્મશ્રદ્ધા માણસની હામને ટકાવી રાખે છે. નરસિંહ મહેતાએ ઉચિત જ ગાયું છે કે 'સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીઆં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડીઆં'. રામ હોય કે રાવણ, કૃષ્ણ હોય કે કંસ, રાજા હોય કે રંક સંજોગોનો શિકાર તેમણે થવું જ પડયું છે. પા...