વર્ષા ઋતુ.... તુ રુ રુ તુ રુ રુ તુ રુ રુ તુ રુ... કહાં સે કરું મૈં લિખના શુરુ.....
જૂનાગઢ જિલ્લાનાં કોડીનારમાં 16 ઇંચ વરસાદ વરસે છે અને ક્યાંક કોઈ કોડીલી નારના હૈયામાં કામનાઓનો વરસાદ વરસે છે. જ્યારે અમારા શહેરમાં ઝરમર વરસાદ વરસે છે ત્યારે એવું લાગે છે કે પૃથ્વી પરના તૃષાતુર પુરુષોને તૃપ્ત કરવા માટે સ્વર્ગમાંથી ઈન્દ્રની અપ્સરાઓ સુરાહીઓ ભરીને અમૃતનો છંટકાવ કરી રહી છે. બીજી તરફ, જ્યારે ચેરાપુંજી બ્રાંડ મુશળધાર વરસાદ પડતો હોય ત્યારે એવું લાગે છે કે યમદૂતો ઉપરથી મોટાં મોટાં ટેન્કર ઠાલવી રહ્યાં છે. વરસાદ એટલે એવી સીઝન જેમાં ક્રિકેટની મેચોને બદલે ટિટોડી ક્યાં કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે એના પર સટોડિયાઓ સટોસટ સટ્ટો રમવા માંડે છે. આખું વર્ષ છાંટોપાણી કરવા માટે ચાન્સ મારતા લિકર-લોલુપ ગુજરાતીઓ માટે વરસાદમાં છાંટોપાણીનો અર્થ બદલાઈ જાય છે. વરસાદના પાણી ભરાયા હોય એવા રસ્તાઓ પર ચાલતાં કે વાહન હંકારીને જતી વખતે આપણાં પર જે છાંટા ઊડે છે એ છાંટોપાણી કહેવાય છે. વરસાદમાં બે ચીજો પૂરબહારમાં ખીલે છે: જમીન પર કીચડ-કાદવ અને ભીંજાતી સ્ત્રીઓનું માર્દવ! બંને એકસરખો ઉપદ્રવ કરે છે. કીચડ બહારથી કપડાંને મલિન કરે છે. સ્ત્રીનું માર્દવ ભીતરનાં દિલને બુઝાવી ન શકાય એવા દવની બેચેનીમાં તલ્લીન ...